સિહોર વોર્ડ ંન.૬માં દબાણો દુર કરી સફાઈ કરતી નગરપાલીકા

1121

સિહોરનો વોર્ડ નં.૬ કે જેમા લોકોએ ૩ પક્ષ ચુટ્યા છે. જેમા ૧ સીટ ભાજપ રસીદ કોંગ્રેસ અન ૧ સીટ અપક્ષ છે ત્યારે આ વિસ્તારમાં અમુક અડચણો તથા દબાણો હોય જે પાળીયાધારના ખાચામાં રહેતા મીતેષભાઈ પંડ્યા દ્વારા ૧૦ દિવસ પહેલા ચીફ ઓફીસર તથા પ્રમુખને અરજી કરી વિસ્તારની સમસ્યાઓ જણાવેલ ત્યારે આ અંગે પ્રમુખ દિપ્તીબેન  તથા નગરપાલિકા સ્ટાફ અચાનક આજરોજ હરકતમાં આવી સ્થળ તપાસ કરતા મિતેષભાઈના અરજી વ્યાજબી લાગતા તાબડતોબ આ રસ્તા પર દબાણ કરેલ કેબીન, પથ્થરો તથા ઉકરડાના ઢગલાઓ દુર કરાવી સપાઈ હાથ ધરાવેલ ત્યારે આ વિસ્તારના લોકોમાં ખુશી છવાઈ હતી કે વર્ષોથી આ જગ્યા પર દબાણ તથા ઉકરડાઓ થતા જે એક ઝાટકે પ્રમુખે નિર્ણય કરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.

Previous articleસૌરાષ્ટ્રનું ગૌરવ સિંહ પ્રત્યે સંવેદનશીલ બનવા માટે સૌના યોગદાનની આવશ્યકતા
Next articleજાફરાબાદ તાલુકામાં એટીવીટી ગ્રાંટ ફાળવવામાં ઘોર અન્યાય