ગુજરાત સરકારના કાયદા વિભાગ દ્વારા ભાવનગર-અમરેલી અને બોટાદની સંયુક્ત ચેરીટી કમિશ્નર કચેરીનો ભાવનગર ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે. જેનો આજે ડોક્ટર હોલ ખાતે ઉદ્દઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો.
ભાવનગર-બોટાદ અને અમરેલીની સંયુક્ત ચેરીટી કમિશ્નર કચેરી પ્રભુદાળ તળાવ ખાતે શરૂ કરવામાં આવી છે. જેનો ઉદ્દઘાટન સમારોહ ડોક્ટર હોલ ખાતે યોજાયેલ. જ્યાં ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ જે.જે. પંડયા દ્વારા ઉદ્દઘાટન કરાયું હતું. આ પ્રસંગે રાજ્યના ચેરીટી કમિશ્નર વાય.એમ. શુકલ, ભાવનગર સંયુક્ત ચેરીટી કમિશ્નર કે.આર. ચૌધરી, મદદનીશ ચેરીટી કમિશ્નર વી.એન. વસાવા, ભાવનગર બાર એસોસીએશનના પ્રમુખ હિરેનભાઈ જાની, ક્રિમીનલ બાર એસો.ના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ ડાભી તેમજ સીનીયર-જુનિયર વકીલો, આમંત્રિતો સહિત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. ભાવનગર ખાતે સંયુક્ત ચેરીટી કમિશ્નર કચેરી શરૂ થતા હવે લોકોના પ્રશ્નોનો ત્વરિત ઉકેલ આવશે તેવું આગેવાનોએ જણાવ્યું હતું.