આજથી રાજુલા જાફરાબાદ તાલુકામાં આવેલ મહાકાય પાંચ કંપનીઓ જેવી કે પીપાવાવ પોર્ટ રીલાયન્સ, નર્મદા સિમેન્ટ અલ્ટ્રાટેક કોવાયા યુનિટ, સીન્ટેક્ષ, પાવર પ્લાન્ટ જેવી મહાકાય કંપનીઓમાં રાત દિવસ કરોડો રૂપીયાનો માલસામાન ટનઓવર થતો હોય પણ ટ્રક માલીકોને ડીઝલના ભાવો ઈન્સ્યુરન્સ ભાવ વધારો તેમજ ટોલટેક્ષ નાબુદી માટે દેશવ્યાપી ટ્રક હડતાલ ચાલી રહી હોય ત્યારે રાજુલા, પીપાવાવ, જાફરાબાદ ટ્રક એસોસીએશન પ્રમુખ જીકારભાઈ વાઘ યાદવ ટ્રાન્સપોર્ટ તેમજ સોમનાથ ટ્રાન્સપોર્ટ કાળુભાઈ કાળુભાઈ, સાર્દુળભાઈ વાઘ, જે.બીલાખણોત્રા, રામારોડવેઝ રામાભાઈ, એમએનજી રોડ લાઈન્સના મહેશભાઈ જોટગીયા સહિત મહુવા ટ્રક એસીએશનને ટેકો આપી ટ્રક હડતાલ આજથી ટ્રકોના પૈડા થબી જતા કંપનીઓ તેમજ ટ્રક માલીકોને લાખોથી કરોડોની નુકશાની થશે અને લોકોની જીવન જરૂરીયાત ચીજોના ભાવો વધશે તેમજ છતા ટ્રક બાબતે સમાધાન ન થાય ત્યા સુધી ટ્રક હડતાલ યથાવત રહેશે તેમ એસોસીએશન પ્રમુખ જીકારભાઈ વાઘે જણાવ્યું હતું.