લટુરિયા આશ્રમ દામનગરમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાશે

1226

દામનગર શહેરમાં હઠયોગી ખડેશ્વરી ઘનશ્યામગિરિજી લટુરિયા હનુમાનજી મહંત ગરુ શિવચરણગિરી આશ્રમ ખાતે વ્યાસ પૂર્ણિમાંની ભવ્ય ઉજવણી પ્રસંગે ગુરૂપૂજન સવારના ૮-૦૦ કલાકે યજ્ઞપ્રારંભ સવાર ના૮-૩૦ કલાકે મહાપ્રસાદ સાંજે ૪-૦૦ કલાકે સંતવાણી રાત્રે૧૦-૦૦ કલાકે પરેશભાઈ વડીયા ઉસ્તાદ મહાવીરબાપુ ઉપસ્થિત રહેશે તા૨૭/૭/૨૦૧૮ને શુક્રવારના દીને અષાઢ સુદ પૂનમના રોજ ગુરૂપૂર્ણિમાંની ભવ્ય ઉજવણી માટે સેવક સમુદાય સમસ્ત લટુરિયા હનુમાનજી સેવક ગણોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે હિન્દૂ ધર્મ પરંપરામાં ગુરૂ પૂજન નો ઉત્તમોત્તમ મહિમા દર્શવ્યો છે વ્યાસ પૂર્ણિ માં ઉજવવા સેવકો દ્વારા હઠયોગી ઘનશ્યામગિરિજી લટુરિયા આશ્રમ દામનગર ખાતે ભવ્ય તૈયારી ઓ થઈ રહી છે

સન્યાસ આશ્રમ ખાતે ગુરૂપુર્ણિમાં ઉજવાશે

દામનગર શહેરના સત્યનારાયણ મંદિર સન્યાસ આશ્રમ ખાતે વ્યાસપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે ષડદર્શનાચાર્ય પ્રખર કથાકાર ભક્તિદેવી ગુરૂ મોહનાનંદજી સેવક સમુદાય દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણીની તડામાર તૈયારી કરાય રહી છે અષાઢ સુદ પૂર્ણિમાને શુક્રવારના સવારથી ગુરુપૂજન મહાપ્રસાદ સત્સંગ સાથે ધમોઉલ્લાસથી વ્યાસ પૂર્ણિમા ઉજવાશે.

નૃસિંહ મંદિર ખાતે ગુરૂપુર્ણિમાં ઉજવાશે

દામનગર શહેરમાં સુપ્રસિધ્ધ નૂરસિંહ મંદિર મહંત પ્રખર ભાગવતા શાસ્ત્રીજી કલીપજોશી સેવક પરિવાર દ્વારા વ્યાસ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાશે દામનગર શહેરના સુમન ભવન ખાતે મહાપ્રસાદ આયોજન ખૂબ મોટો સેવક વર્ગ ધરાવતા સ્વ શાસ્ત્રીજી નર્મદાશકરદાદા પરિવાર દ્વારા વ્યાસ પૂર્ણિમાના પાવન પર્વે ગુરુપૂજન મહાપ્રસાદ સહિત ધાર્મિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવશે.

Previous articleઢસા ખાતે અનિયમિત બસનાં પ્રશ્ને વિદ્યાર્થીઓમાં ભારે રોષ
Next articleમહુવાની ત્રિ.વૃ.પારેખ પ્રા.શાળા નં.૬માં લોકશાહીઢબે બાળ સંસદની થયેલ રચના