અમદાવાદ એડ. સર્કલ એસો. દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામો અપાયા

1127

તાજેતરમાં અમદાવાદ એડવર્ટાઈઝીંગ સર્કલ એસોસીએશન દ્વારા સ્ટુડન્ટસ એપ્રીએશનનો ભવ્ય કાર્યક્રમ રજુ થયો. સતત ૨૮માં વર્ષ એએસીએ સંસ્થાએ બ્રાઈટ સ્ટુડન્ટસનાં અભિવાદન અને ઈનામ વિતરણ દ્વારા પ્રોત્સાહન આપવાનો પ્રણાલીગત કાર્યક્રમ યોજ્યો સાથે સાથે એએસીએનો વર્ષ ૨૦૧૮નો લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ સિનિયર સિટીઝન મેમ્બર જીતેન્દ્રભાઈ આર. શાહને એેનાયત કરવામાં આવ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત મિડીયા જગતની અગ્રણી એએસીએ સંસ્થા બીઝનેસ સંબંધીત કાર્યક્રમોની સાથે સાથે સમાજલક્ષી અને પરિવારલક્ષી કાર્યક્રમો પણ રજુ કરે છે.

Previous articleમહુવાની ત્રિ.વૃ.પારેખ પ્રા.શાળા નં.૬માં લોકશાહીઢબે બાળ સંસદની થયેલ રચના
Next articleગ્રીનસીટી દ્વારા ૨૭ વૃક્ષોનું વૃક્ષારોપણ