બિનઅનામત આયોગની ઓફીસ તો ફળવાઈ પણ ખુલશે કયારે ?

1647

સરકારે બિનઅનામત વર્ગને ભણતર અને વ્યવસાયિક સહાય આપવા માટે નિગમ અને આયોગની રચના તો કરી છે. ત્યારે સચિવાલયના બ્લોક નંબર ૨ના સાતમાં માળે નવી ફાળવેલી ઓફિસમાં નિગમ ક્યારે કાર્યરત થશે તેની કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી. હાલમાં નિગમની ઓફિસ સમાજકલ્યાણ વિભાગ ખાતે બ્લોક નંબર પાંચના નવમા માળે ચાલી રહ્યું છે. હાલમાં નિગમને પાંચ કર્મચારીઓ અને રૂ. ૭૮ લાખ ફાળવાયા હોવાનુ સૂત્રોનું કહેવું છે.

સચિવાલયના બ્લોક નંબર ૨ના સાતમા માળે ફાળવાયેલી નિગમની નવી ઓફિસ હાલમાં તો ખસ્તા હાલતમાં છે. તેને બેસવા યોગ્ય બનાવવા માટે તેને ઠીકઠાક કરવી પડે તેમ છે. જો કે નિગમના સૂત્રોનું કહેવું છે કે, ટૂંક સમયમાંજ જરૂરી સમારકામ અને ફર્નિચરની સાજ-સજાવટ કરાશે. ત્યાર બાદ કમ્પ્યૂટર્સ લગાવીને નવી ઓફિસ કાર્યરત કરાશે.

નિગમના સૂત્રોએ જણાવ્યું કે રાજ્ય સરકાર યોજનાઓને અમલ કરવા કટીબદ્ધ છે. તેને લાગુ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. હજુ સુધી નિગમ દ્વારા વિદ્યાર્થીઓના ડેટાનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ફક્ત શૈક્ષણિક સહાય યોજનાઓ જ નથી પરંતુ અન્ય યોજનાઓ પણ છે. બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓ તેમજ યુવાનોને આ યોજનાઓનો પૂરતો લાભ મળે તે માટે સરકાર કૃતનિશ્ચયી છે. થોડી વાર જરૂર લાગી છે પરંતુ અમલીકરણ નક્કરપણે કરાશે.

Previous articleનોરા ફતેહી સલમાન ખાન સાથે મહત્વના પાત્રમાં જોવા મળશે
Next articleપોલીસે PCR નાઇટ પેટ્રોલિંગ અસરકારક બનાવવા માટે બારકોડ સ્કેનર લગાવ્યા