આજે એક આશ્ચર્ય જનક વિચારથી લખવાની શરૂઆત કરવી છે કે ‘ગુરૂ પૂર્ણિમા’ની સાથે સન્માનનું સંપૂર્ણ ‘ગુરૂવર્ય’હોવુ જોઈએ વેધક પ્રશ્ન ઘણા છે.
(૧) ગુરૂની આરતી કરવાથી ગુરૂવંદના પૂર્ણ ?
(૨) ગુરૂને સાચવી કે શ્રેષ્ઠ આવકારથી ગુરૂવંદના પૂર્ણ ?
(૩) સમાજને દેખાડવાથી કે હું મારા ગુરૂનો આદર કરૂ છુ તેનાથી ગુરૂવંદના પૂર્ણ ?
ઉપર્યુક્ત પ્રશ્નોના સાચા જવાબ આપવા અઘરા છે. પરંતુ સાચા અર્થમાં ગુરૂતત્વ આપણા જીવનમાં ઉતરે તો જ યોગ્ય કહી શકાય છે.
આજે આશ્રમ ગુરૂ તથા શાળા શિક્ષક બન્ને વિશે લખવું છે આપણા કાઠીયાવાડની જગ્યાના સંતોના આચરણ જ શ્રેષ્ઠ ગુરૂતત્વ સમાન હતા તો આજના શિક્ષકોનું વર્તન પણ આદર્શ ગુરૂ પંરપરા સમાનકહી શકાય છે.
હાલમાં ધર્મ પણ પ્રાસંગિક થઈ ગયો છે. ગુરૂ વંદના એ સર્વત્ર સદૈવ થવી જોઈએ તે માત્ર ગુરૂપૂર્ણિમા પૂરતી સીમીત કેમ ? આ તો વર્તમાન નિભાવણીની જવાબદારી પુરી કરી દેવાની સાથે સદૈવની વાત ન ભૂલવી જોઈએ.
દરેકનું જીવન ગુરૂના આર્શિવાદ વગર આગળ વધી શકતુ નથી. ગુરૂ હંમેશા આપણા જીવનના પથદર્શક રહ્યા તેથી જ અજવાળા વાળો મારગ મળ્યો છે ભજનમાં સરસ કહે છે કે
‘ગુરૂ તારો પાર ન પાયો પૃથ્વીના માલીક
કોઈપણ ક્ષેત્ર ગુરૂવંદના કે ગુરૂ-
આશિષ વગર સંભવ નથી આજનો એન્જીનીયર પણ તેમના ટેકનીકલ ગુરૂના માધ્યમથી આગળ વધતો હોય છે તો ખેડુતો કે ગામડાનો મામસ ધાર્મિક ગુરૂવંદનાથી આગળ વધતો હોય છે.
આજના સમયમાં શિષ્ય જ એટલા સ્માર્ટ થયા છે કે ગુરૂ (શિક્ષક) અપડેટ થવુ પડશે તેમની જીજ્ઞાસા ગુરૂતત્વ રૂપે બહાર કઢાવી પડશે.
ગુરૂને માત્ર શિક્ષક કે વ્યવસાય શિક્ષકની વ્યાખ્યામાંથી બહાર નીકળવા ખુદે પણ ખુબ જ ધ્યાન રાખવુ પડશે સાચી સમજણ, સાચી સંવેદના સાચો પ્રેમ ગુરૂએ આપવો પડશે.
આજના દિવસે એટલું ચોક્કસ કહી શકાય છે કે સંતને ગુરૂ બનવા માટે એક જ તત્વ મદદરૂપ થાય તેમનામાં રહેલી ભગવાન ભક્તિની પરખ કરાવવાની વૃત્તી એટલે જ સૌ ગુરૂઓને હૃદયથી વંદન.