વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વતન રાજ્ય ગુજરાતના પ્રવાસના બીજા દિવસે આજે પોતાના ગામ વડનગર પહોંચ્યા હતા. સવારે વડનગર પહોંચ્યા બાદ મોદીને લઇને લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. આ ગાળા દરમિયાન તેઓ તેમના પુર્વ કાર્યક્રમ વગર જ તે સ્કૂલમાં પણ પહોંચી ગયા હતા જ્યાં તેઓએ કોઇ સમયે અભ્યાસ કર્યો હતો. મોદી ચાલતા પોતાની સ્કૂલ બીએન હાઈસ્કૂલમાં ગયા હતા અને શાળાને નમન કરીને બાળપણના સ્મરણો વાગોળ્યા હતા. અને સ્કૂલની માટી પોતાના માથે લગાવી હતી અને ઝુકીને નમન પણ કર્યું હતું. વડાપ્રધાન બન્યા બાદ મોદીની આ પ્રથમ વડનગર યાત્રા હતી. તેમની આ યાત્રા ભાવનાત્મક બની ગઈ હતી. સ્કૂલની માટીને માથે લગાવીને વડાપ્રધાને પોતાની ભાવનાઓનો ઉલ્લેખ કર્યો હતો. વડનગર સ્ટેશન પર જ નરેન્દ્ર મોદી પોતાના પિતાની સાથે કોઇ સમયે ચા વેચતા હતા.