નોરા ફતેહી સલમાન ખાન સાથે મહત્વના પાત્રમાં જોવા મળશે

2186

નોરા ફતેહીએ જોન અબ્રાહમની ફિલ્મમાં એક આઇટમ નંબર કરીને જાણીતી થઇ ગઇ છે. એ પછી નોરાની કારકિર્દી આગળ વધી રહી છે. તેને સલમાન ખાન સાથેની ફિલ્મમાં પણ લેવામાં આવી છે. જેમાં તે મહત્વનો રોલ ભજવતી વિદેશી બાળા તરીકે જોવા મળશે. પહેલા એવી વાત હતી કે, નોરા ફતેહી સલમાન ખાનની ’ભારત ફિલ્મમાં આઇટમ નંબર કરવાની છે. પરંતુ એ વાત પર દિગ્દર્શકે પૂર્ણવિરામ મુકી દીધું છે. દિગ્દર્શક અલી અબ્બાસ જફરે જણાવ્યું હતું કે, ’’ નોરા આ ફિલ્મમાં આઇટમ નંબર નહીં, પરંતુ એક  મહત્વનું પાત્ર ભજવવાની છે. તે આ ફિલ્મમાં માલ્ટાની લેટિનો ગર્લના પાત્રમાં જોવા મળશે. તેનું પાત્ર ફિલ્મની વાર્તા પ્રમાણે જરૃરિયાતનું છે. જે એક આઇટમ નંબર નહીં હોય. તેનું પાત્ર સલમાન અને સુનીલ સાથે સ્ક્રિન પર જોવા મળશે. તે ૮૦ ના દાયકાની મધ્યવાળા હિસ્સામાં જોવા મળશે. નોરાએ જણાવ્યું હતું કે, ’’ પોતે આ ફિલ્મનો હિસ્સો બનીને બહુ ખુશ અને ઉત્સાહિત છે. આ મારા માટે એક શમણું સાચું પડે તેવી વાત છે. આ ફિલ્મની ટીમ બહેતરીન છે. અલી સર અને સલમાન સર એક પરફેક્ટ કોમ્બિનેશન છે. મારા માટે આ ફિલ્મનો હિસ્સો બનવું તે આ મોટું કારણ હતું.  હવે હું શૂટિંગની શરૃઆત થવાની રાહ જોઇ રહી છું. આ ફિલ્મ પાંચ દાયકાનીસફર પર કેન્દ્રિત છે. આ ફિલ્મ કોરિયન કલ્ટ ફિલ્મ ’ઓડ ટુ માય ફાધર  ની હિંદી રીમેક છે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે પ્રિયંકા ચોપરા, દિશા પટાણી પણ કામ કરી રહ્યા છે. નોરા ફતેહીએ જોન અબ્રાહમની ફિલ્મમાં એક આઇટમ નંબર કરીને જાણીતી થઇ ગઇ છે. એ પછી નોરાની કારકિર્દી આગળ વધી રહી છે.

Previous articleખેરની ફિલ્મ ‘હોટલ મુંબઈ’ જશે ટોરન્ટો ફેસ્ટિવલમાં
Next articleબિનઅનામત આયોગની ઓફીસ તો ફળવાઈ પણ ખુલશે કયારે ?