રાજુલા તાલુકામાં અતિ વરસાદથી ૭ર ગામોના ખેડુતોના પાક નસ્ટ તેમજ જમીન ધોવાણથી ખેડુતો પાયલમાલ જે બાબતે તાલુકા સરપંચ એસોસીએશન પ્રમુખ વિરભદ્રભાઈના અધ્યક્ષ સ્થાને માર્કેટ યાર્ડમાં ખેડુત મીટીંગ બાદ ડેપ્યુટી કલેકટરને ભલામણ પત્ર અપાયું હતું.
રાજુલા તાલુકામાં અતિ વરસાદ કુલ ર૬ ઈંચ ખાબકતા ચારે પાણી પાણી નદી નાળા બે કાંઠે વહી બાબરીયાવાડના તમામ મોટા મોટા ડેમો છલકાઈ ઓવરફલો પણ થઈ ગયા હોય પણ રાજુલા તાલુકાના ૭ર ગામોના ખેડુતોનો મહામુલો જે બીજી વખત વાવણી માટે ખેડૂતોએ કરી બીજી વખત વાવણી કરેલ અને તેના ઉપર મુશળધાર વરસાદ પડતા તમામ ૭ર ગામોના ખેડૂતોનો ઉગેલી પાક ધસમસતા પાણીના પ્રવાહમાં દરીયા ભેગો કરી દીધેલ ઉપરાંત ફળદ્રુપ જમીનોમાં મોટા મોટા ખાતરા પાડી દીધનું પારાવાર નુકશાનથી ખેડુતો પાયમાલ થઈ ગયા બાબતે રાજુલા તાલુકા સરપંચ એસોસીએશન પ્રમુખ વિરભદ્રભાઈ ડાભીયાના અધ્યક્ષ સ્થાને માર્કેટ યાર્ડ ખાતે ૭ર ગામના સરપંચોની મીટીંગ મળેલ અને સર્વાનુમતે ખેડુતોને થયેલ નુકશાન બાબતે રાજય સરકારને એક ભલામણ પત્ર તૈયાર કરી જીલ્લા કલેકટર આ બાબતે કાર્યવાહી ઝડપથી કરી તમામ ખેડુતોને સહાય ચુકવવા માંગ ડેપ્યુટી કલેકટર ડાભી ભલામણ પત્ર આપવા તમામ સરપંચો હાજર રહેલ જેમાં. રાજયમંત્રી આર.સી.ફળદુ / સ્થાનિક ધારાસભ્ય અંબરીષભાઈ ડેર અને સાંસદ નારણભાઈ કાછડીયાને પણ નકલ રવાના કરાઈ હતી.