ભાવનગર મહાપાલિકાના ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પાણી પુરીનું વેચાણ કરતા વેપારીઓની લારીઓ પર દરડો પાડી તપાસ હાથ ધરી હતી.
સમગ્ર રાજય સાથો – સાથ ભાવનગરમાં પણ ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા શહેરના લારી, દુકાનોમાં પાણીપુરીનું વેચાણ કરતા લોકોના એકમો પર ચેકીંગ હાથ ધર્યુ હતું. અને અખાદ્ય, બટેટા, પેટીસ, પાણી સહિતનો નાશ કર્યો હતો. સુરત, વડોદરા, અમદાવાદ રાજકોટની તુલનાએ ભાવનગરમાં તંત્રની કામગીરી નર્યુ નાટક સમાન બની રહેવા પામી હતી. કારણ કે મહાનગરોમાં પાણી પુરીના વેચાણ પર કડક મનાઈ હુકમ ફરમાવ્યો છે. પરંતુ ભાવનગરમાં તંત્રએ નમુના લેવાનું ડીંડવાણું ચલાવી કામગીરી દર્શાવી હતી.