આખરે સિન્ટેક્ષ કંપનીના અધિકારીઓ નાગેશ્રીની દિકરી સ્વ.પુંજાબહેનના પરિવારને સાંત્વના પાઠવવા પહોંચ્યા હતા. માજી ધારાસભ્ય પ્રતાપભાઈ વરૂની હાજરીમાં તાત્કાલિક સહાયપેટે હાલ પુરતી રૂા.૧ લાખ અને બાકી મુખ્ય મોટી રકમની કાર્યવાહી શરૂ કરાશે.
આજે આખરે સિન્ટેક્ષ કંપનીના અધિકારીઓ નાગેશ્રીની દિકરી પૂજાબહેન જીવણભાઈ સોલંકી જાતે બાબર જે કંપનીની મશીનરીમાં અકસ્માતે આવી જતા થયેલ મોત મામલે કંપની સામેના વિરોધમાં માજી ધારાસભ્ય પ્રતાપભાઈ વરૂ દ્વારા શરૂ કરેલ આંદોલનમાં ગઈકાલે ૩૦૦૦ દિકરીઓનો સેલાબ કંપનીમાં જઈ દિકરીના પરિવારને સહાય પેટે રૂા.૩૦ લાખની માંગ કરવા ગયેલ પણ મામલો બિચકતા કંપનીના અધિકારી બિહારીદાસ અડફેટે ચડી જતા તેને દિકરીઓએ હાથપાઈ તેમજ કંપનીમાં તોડફોડ કરી ન્યાયની માંગણી કરેલનો પડઘો આજે પડ્યો. સિન્ટેક્ષ કંપનીના અધિકારી પ્રશાંત પંડયા, દલજીતસિંહ ડો.નવીનભાઈ, મલ્હોત્રાભાઈ તેમજ ભોવદીપભાઈ અને સાથે લુણસાપુર ગામના બે આગેવાનો વિજયભાઈ કોટીલા અને જેના થકી આ સમગ્ર આંદોલન શરૂ કરાયું. ન્યાય માટે તે હરપાલભાઈ વરૂને સાથે રાખી આજે તાત્કાલિક સહાય પેટે ૧ લાખ રૂપિયાનો ચેક દિકરીના પિતા જીવણભાઈને અપાયો અને મુળ રકમ (મોટી)ની પ્રોસીજર કંપની દ્વારા શરૂ કરાઈ છે.