મહિલા સમખ્ય દ્વારા ઘોઘા તાલુકામાં એક દિવસીય કિશોરી વર્કશોપ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં ઘોઘામાં કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલયમાં તાલુકાની ૧૭૦ કિશોરઓએ લાભ લીધો હતો. જેમાં કિશોરીઓને માસીકચક અનેત ેના અવસ્થા વિશે માહિતી આપી હતી. અને સેનીટરી પેડ અને હાઈજીન વિશે બહેનોમાં જાગૃતિ આપે તેવો નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન ઘોઘા તાલુકાના જે.આર.પી. દિપાલીબેન રાવળ દ્વારા કરવામાં આવ્યું હતું. અને ઘોઘા તાલુકાના સી.આર.પી. નિમિષાબેન જોષી તથા જિલ્લા કચેરીના ડી.ઓ. ભુમિબેન એમ. પંડયા આ કાર્યક્રમમાં હાજર રહેલ અને બોની બહેન વકાણી દ્વારા વકતવ્ય આપવામાં આવ્યું હતું.