રમત ગમત યુવા અને સાંસ્ક્રુતિક પ્રવ્રુત્તિઓ વિભાગ તેમજ યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવ્રુત્તિઓ ગાંધીનગર ના ઉપક્રમે જિલ્લા રમત ગમત અધિકારી ની કચેરી ભાવનગર શહેર સંચાલિત મહાનગરપાલિકા કલા મહાકુંભ-૨૦૧૮ અંતર્ગત તા. ૨૨ થી ૨૮ સુધી શહેરની વિવિધ શાળાઓમાં લોકન્રુત્ય, ગરબા, વાંસળી, ઓરગન સહિતની સ્પર્ધાઓ યોજાઈ હતી
આજે આ કાર્યક્રમ નો પુર્ણાહુતિ સમારોહ ભાવનગરના યશવંતરાય નાટ્યગ્રુહ ખાતે મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે ની ઉપસ્થિતિમા યોજાયો હતો.
આ પ્રસંગે માન. મંત્રીએ જણાવ્યુ હતું કે આ પ્રકારના કાર્યક્રમો થકી કલાકારોને પ્રોત્સાહન મળતુ હોય છે તેમણે ભાવનગરને સંસ્કાર, શિક્ષણ અને કલાકારોની નગરી તરીકે ઓળખાવી હતી વધુમા તેમણે ઉમેર્યુ હતુ કે સરદારનગર ખાતે વિશાળ ઓડીટોરીયમ સાકાર થયુ છે આ પ્રસંગે માન. મંત્રીના હસ્તે ચિત્રકાર અમુલ પરમાર, વિવિધ સ્પર્ધાઓના પહેલા, બીજા, ત્રીજા ક્રમના વિજેતાઓનું સન્માન કરાયુ હતુ.
આ કાર્યક્રમમા મેયર મનહરભાઈ મોરી, નાયબ મેયર અશોક બારૈયા, સ્થાયી સમિતી ના અધ્યક્ષ યુવરાજસિંહ શાસકપક્ષના નેતા પંડ્યા,નાયબ મ્યુ. કમિ. એન. ડી. ગોવાણી સહિત વિધાર્થીઓ, શિક્ષકો સહિત આમંત્રિતો હાજર રહ્યા હતા