પાલીતાણા પોલીસે ૨૫ બોટલ ઈગ્લીંશ દારૂ સાથે ત્રણને ઝડપ્યા

1231

પાલીતાણા ખાતે પોલીસે બે અલગ અલગ રેડ દરમિયાન બે શખ્સોને એક બોટલ દારૂ સાથે અને એક શખ્સને ૨૪ બોટલ દારૂ સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી

પ્રાપ્ત વિગત મુજબ પાલીતાણા પોલીસ મથકના હે.કો.સ્ટે. એમ.જી. રાણા તથા સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન હિતેષ પ્રાગજીભાઈ ચુડાસમા અને નિલેષ વેલજીભાઈ પરમાર રે. ભીલવાડા ગરાજીયા રોડવાળાને ઈગ્લીંશ દારૂની બોટલ નંગ-૧ કી. રૂા.૪૦૦ સાથે ઝડપી લીધા હતા જ્યારે સ્ટાફના કિરીટભાઈ જીણાભાઈ બોરીચા અને યુવરાજસિંહ જાડેજા પ્રાઈવેટ ગાડીમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે પરીમલ સોસાયટીના નાળા પાસેથી પરવેઝ ખાન ઉર્ફે દિપુ દીલાવરખાન પઠાણ રે. સીપાઈવાડા ઝડપી લીધો હતો અને પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleરાજુલાના તબીબો હડતાલમાં જોડાયા
Next articleમાનવ ધર્મ આશ્રમ ખાતે ગુરૂપૂનમની ઉજવણી કરાઈ