રાજુલા ગાયત્રી શક્તિપીઠ ખાતે ગુરૂપૂનમની ઉજવણી

903

રાજુલા ગાયત્રી શક્તીપીઠ ખાતે ગુરૂ પૂર્ણિમા મહોત્સવમાં ગાયત્રી પરિવાર દ્વારા પાંચવૈદિક ગાયત્રી મહાયજ્ઞ સાથે પૂસંવન (ગર્ભાધાન) સંસ્કારની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં બહેનોએ ભાગ લીધેલ તેમજ એક ભવ્ય ગુરૂપૂર્ણિમાના પવિત્ર દીવસે સંકલ્પ લેવાયા જેમા એક એક વ્યક્તિઓ એક નવો પરીજનો ગાયત્રી શક્તિપીઠ સુધી લાવશે.

જેનાથી સમસ્ત હિન્દુ સમાજ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી કુવ્યસનોનો ત્યાગ કરી સાચા અર્થમાં ધાર્મિક તેમજ તેમજ રાષ્ટ્રના હીત અને પોતાનુ પણ હીત થવા સંકલ્પ લેવાયા જે તેમજ શાંતિકુંજ માટેના અંશદાનની ભેટ ધરવામાં આવી જેનાથી ગાયત્રી શકતીપીઠના મેનેજીંગ ટ્રસ્ટી રમણીકભાઈ ગોરડીયા, સેકેટરી ભૂપતભાઈ જોષી, ભરતભાઈ આચાર્ય આશા બહેન આચાર્ય, રેખાબેન ઠાકર સરલાબેન તેમજ મધુબેન આહીર સહિત ગાયત્રી પરીવારના બહોળી સંખ્યામાં ગાયત્રી ઉપાસકો હાજર રહી મહાયજ્ઞનો ગુરૂ પૂર્ણિમા મહોત્સવમાં મહાયજ્ઞનો લાભ લીધો હતો.

Previous articleમાનવ ધર્મ આશ્રમ ખાતે ગુરૂપૂનમની ઉજવણી કરાઈ
Next articleમહુવાની બેલુર વિદ્યાલયમાં ‘રેડ-ડે’ની ઉજવણી કરાઈ