ગુરૂ પૂનમ નિમિત્તે અર્હમ ગૃપ દ્વારા ગરીબ બાળકોને ભોજન કરાવાયુ

1231

અર્હમ યુવા સેવા ગ્રૃપ દ્વારા ગુરૂપૂનમ પર્વ અન્વયે ગરીબ વિસ્તારના ભૂલકાઓને ભરપેટ ભોજન ઠરાવી જઠરાજ્ઞી ઠારી લોક સેવાને સાર્થક કરી હતી.

જૈન સમાજ દ્વારા રાષ્ટ્રીય સંતનું બિરૂદ પ્રાપ્ત એવા શાસન સમ્રાટ પૂ.નમ્ર મુનિમહારાજ સાહેબ પ્રેરીત અર્હમ યુવા સેવા ગ્રૃપ ભાવનગર શાખા દ્વારા વ્યાસપૂર્ણિમાં ગુરૂપૂનમના વાસ્તવિક અર્થને સાર્થક કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે. આ પર્વ અન્વયે તળાજા રોડ પર આવેલ ટોપ થ્રી પાસેથી બાલવાડીના ૧૫૦ બાળકોને ગુલાબ જાંબુ પનીર સબ્જી, પરોઠા તથા પુલાવનું ભોજન કરાવવામાં આવ્યુ હતું. આ ઉમદા કાર્યમાં અર્હમ યુવા સેવા ગૃપના સ્વીટીબેન ભાયાણી, અમીબેન, બીઝલબેન, રીંકુબેન સહિતના સભ્યો જોડાયા હતા.

Previous articleમહુવાની બેલુર વિદ્યાલયમાં ‘રેડ-ડે’ની ઉજવણી કરાઈ
Next articleઘોઘામાં ઈગ્લીંશ સ્કુલનો સ્થાપના  દિન ઉજવાયો