જાળીયા ગામે શિવકુંજ આશ્રમમાં ગુરૂપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સંત ગોપાલગીરીબાપુના પૂજન આરતી સાથે સૌ સેવકો-ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો હતો. વિશ્વાનંદ માતાજી દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જાળીયા ગામ તેમજ બહાર ગામના ભાવિકો મોટીસંખ્યામાં જોડાયા હતા.