શહેરનાં તીલકનગર વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા ચાર શખ્સોને એલ.સી.બી.ટીમે રેડ કરી રોકડ સહિતની મત્તા સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.
ભાવનગર એલ.સી.બી.નાં સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન તિલકનગર ચોકમાં આવતાં પો.કો. મિનાઝભાઇ ગોરીને બાતમીરાહે હકિકત મળેલ કે, તિલકનગર,નસીબ પાન સેન્ટરની બાજુમાં લીંમડા નીચે અમુક માણસો ગંજીપતાનાં પાનાં વડે તીનપતીનો હારજીતનો જુગાર રમે છે. તેવી હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ આવી રેઇડ કરતાં જાહેરમાં જુગાર રમતાં ચિંતનભાઇ ગૌતમભાઇ ઠક્કર રહે.ઝવેર પટેલનો ડેલો, કણબીવાડ, પાર્થભાઇ મહેશભાઇ ત્રિવેદી રહે. ૧/એ,સાંઇબાબા સોસાયટી, તિલકનગર, નિલેશભાઇ પ્રવિણભાઇ ચુડાસમા રહે.પ્લોટ નં.૧૨/બી, સાંઇબાબા સોસાયટી,તિલકનગર, મિલેશ નરેશભાઇ રાઠોડ રહે.આડોડિયાવાસ, ભાવનગર વાળાને ગંજીપતાનાં પાના, રોકડ રૂ.૧૦,૩૦૦/-,મોબાઇલ નંગ-૫ કિ.રૂ.૨૨,૫૦૦/- તથા મો.સા./ સ્કુટર-૪ કિ.રૂ.૭૫,૦૦૦/-મળી કુલ રૂ.૧,૦૭,૮૦૦/- નાં મુદ્દામાલ સાથે મળી આવતાં તમામ મુદ્દામાલ કબ્જે કરી તેઓ તમામ વિરૂધ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ. આ કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં પૃથ્વીરાજસિંહ ગોહિલ, જીતેન્દ્દસિંહ ઝાલા,રાકેશભાઇ ગોહેલ, વિઠ્ઠલભાઇ બારૈયા, ભરતભાઇ જોશી, મીનાજભાઇ ગોરી શકિતસિંહ ગોહિલ,ઇમ્તીયાઝખાન પઠાણ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.