ઘોઘાગેટ રો-રો ફેરી સર્વિસ તાકિદે શરૂ કરવા થયેલા દબાણના પગલે આજે કામ ચલાઉ વોક-વે ફીટ કરવામાં આવ્યો હતો.
ભાવનગર જિલ્લામાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા તત્કાળ ઘોઘા-દહેજ ફેરી સર્વીસને શરૂ કરવામાં તંત્ર પર દબાણ કર્યુ છે. દહેજ ખાતેનો લિન્ક સ્પાન ફીટ થઈ ગયો છે. પણ ઘોઘા ખાતેનો લીન્ક સ્પાન ફીટ કર્યા વિના ક્રેન પરત થઈ જાતા હાલ માત્ર પેસેન્જર સર્વિસ શરૂ કરવાની મથામણ ચાલુ કરાઈ છે. જેમાં ઘોઘા ખાતે જેટી અને પોન્ટૂન વચ્ચે વોક-વે ફીટ કરવામાં આવ્યો છે જેની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે. પોરબંદર ખાતે બનાવેલ ૯૬ મીટર લાંબો, ૩ મીટર પહોળો અને ૭૨ ટન વજન ધરાવતો વોક-વે ફીટ કરવામાં આવ્યો છે.