રાષ્ટ્રપતિને મળવા “પાસ’ના આગેવાનોએ આવેદન આપ્યું

823
gandhi392017-1.jpg

પાસના આગેવાનોએ અનામત સહિતની વણઉકલી માંગણીઓ અને હાર્દિકને જેલના સળિયા પાછળ ધકેલવાની સરકારની નીતિ સંબંધે રાષ્ટ્રપતિને ૫ મિનિટ માટે રૂબરૂ મળવાની મંજૂરી મેળવવા શુક્રવારે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. 
મહેસાણામાં રવિવારે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર રાષ્ટ્રપતિને રૂબરૂ મળવાની મંજૂરી મેળવવા પાસના ઉત્તર ગુજરાતના કન્વીનર સુરેશ પટેલ, સતીષ પટેલ, મનોજ પટેલ, ધાર્મિક પટેલે શુક્રવારે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. 
જેમાં રાષ્ટ્રપતિને મળીને પાટીદાર સમાજની અનામતની સાથે વણઉકલી માંગણીઓ અને પાટણમાં પોલીસ ફરિયાદમાં ખોટુ અર્થઘટન કરીને નિર્દોષ પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો છે ત્યારે તેને મુક્ત કરવાનો ઉલ્લેખ કરાયો છે. 

Previous articleસાયન્સ એક્સપ્રેસ ટ્રેન ખોડિયાર રેલ્વે સ્ટેશન-અડાલજ ખાતે રોકાશે
Next articleકેપિટલ ક્રિએ. કલબ દ્વારા પગપાળા સંઘનું સ્વાગત