સૌરાષ્ટ્ર ની મુલાકાતે સ્વામી માર્ગીયસ્મિતજી સહિત અગ્રણીઓ દામનગરની સાહિત્ય સંસ્થા મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય નિહાળી પ્રભાવિત થયા સૌરાષ્ટ્રના પાણી પ્રશ્ને સૌરાષ્ટ્રની મુલાકાતે મિશન કલ્પસર યોજના સંદર્ભ વિચાર ગોષ્ટિ ઓ કરતા સ્વામી ભુરખીયા ટ્રસ્ટ ના અગ્રણી જીવનભાઈ હકાણી હરજીભાઈ નારોલા ઓ સાથે વિચાર વિમર્શ કર્યો. સ્વામી માર્ગીયસ્મિતજી સાથે અગ્રણીઓ ઘનશ્યામભાઈ મેટલર દેવચંદભાઈ નાવડીયા મનસુખભાઇ પટેલ સહિતના અગ્રણીઓ સૌરાષ્ટ્રના પાણી પ્રશ્ને વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ સાથે વિચાર ગોષ્ટિ યોજી હતી સૌરાષ્ટ્રના પાણી પ્રશ્ને મિશન કલ્પસર કાર્યરત કરવા ઠેર ઠેર મીટીંગોનો દોર શરૂ કરતાં અગ્રણી ઓ દ્વારા અમરેલી જિલ્લા નો પ્રવાસ અમરેલી જિલ્લાની સ્વૈચ્છિક સામાજિક ધાર્મિક સંસ્થા ઓ ના અગ્રણી ઓ સાથે મિશન કલ્પસર અંગે જાગૃતિ વધે તે માટે રૂરલ ગ્રામ્ય વિસ્તારો માં ગ્રુપ મીટીંગો કરવા શેરી નાટકો પોસ્ટર બેનરો મોટીવેશન સેમિનારો શિબિરો કરવી અને સરકાર દ્વારા વહેલી તકે કલ્પસર યોજના કાર્યરત કરવા તૈયાર થીય તે માટે સ્વંયમ જાગૃતિ માટે સૌરાષ્ટ્ર ના પ્રવાસે આવેલ સ્વામીમાર્ગીયસ્મિતજી સાથે અગ્રણી ઓ દામનગર લાઠી બાબર અમરેલી નો પ્રવાસ કર્યો હતો.