વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણી ભુરખીયા હનુમાનજી મંદિરે પહોચ્યા

1234

ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી સહિતના અગ્રણી નવરચિત બોટાદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હિમતભાઈ કટારીયા બંને અગ્રણીઓ ભુરખીયા હનુમાનજીના દર્શને આવ્યા અને ભુરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી જીવનભાઈ હકાણીની મુલાકાત લીધી અને મંદિર સંકુલ નિહાળ્યું હતું અને મંદિરના વિકાસ અંગે ચર્ચા કરી હતી જીવનભાઈ હકાણી સાથે ગુજરાત વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી અને નવ રચિત બોટાદ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હિમતભાઈ કટારીયાએ ગહન ચર્ચા કરી સ્થાનિક પ્રશ્નો અંગે જાણકારી મેળવી હતી ભુરખીયા હનુમાનજી મંદિરે દાદા દર્શને પધારેલ બંને અગ્રણીનું મંદિર સંકુલ માં જીવનદાદા હકાણીએ સ્વાગત કર્યું હતું

Previous articleસ્વામી માર્ગીયસ્મિતજી સાથે મિશન કલ્પસર યોજનાં સંદર્ભે વિચાર ગોષ્ઠિ
Next articleરાજુલાના શ્રમજીવીનગરમાં કોળીસમાજના વિદ્યાર્થીઓને વિનામુલ્યે ટ્યુશન શરૂ કરાયા