ભાવનગર શહેર જિલ્લામાં વરસાદના વિરામને એક સપ્તાહ કરતા વધુ સમય થયો છે ત્યારે હાલના તબક્કે સારા વરસાદની તાતી જરૂરીયાત ઉભી થઈ હોવાનું ધરતીપુત્રો જણાવી રહ્યા છે.
ભાવનગર શહેર જિલ્લામાં જુલાઈ માસના મધ્યાંતરે ધોધમાર વરસાદ વરસ્યો હતો બે સપ્તાહ સુધી થયેલ મેઘ મહેરને પગલે જિલ્લામાં બાકી રહેલ વાવણી કાર્ય પૂર્ણ થયુ હતુ તો બીજી તરફ એક જ સારા વરસાદને લઈને નદીનાળા છલકાઈ જવા પામ્યા હતા ત્રણ તાલુકાઓને બાદ કરતા જિલ્લાના અન્ય તાલુકાઓમાં બાદ કરતા જિલ્લાના અન્ય તાલુકાઓમાં ખરીફ ખેત પેદાશોનું આજે ઉજળુ ચિત્ર જોવા મળી રહ્યુ છે. પરંતુ છેલ્લા એક સપ્તાહ કરતા વધુ સમયથી ગોરંભાયેલા વાદળોનોે દેખાવ સુંદર હોય છે પરંતુ સામાન્ય છાટા વરસતા નથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ સતત વધી રહ્યુ હોવાના કારણે બફારાનું પ્રમાણ વધી રહ્યુ છે તો એ સાથે તાપમાન પણ નોંધપાત્ર રીતે સતત ઉંચુ જઈ રહ્યુ છે.
વર્તમાન સમયે લોકો ભાદરવા માસ જેવા તડકા બફારાનો અનુભવ કરી રહ્યા છે તો ધરતી પુત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધી થયેલ વરસાદ ખરીફ પાકો માટે બહુઉપયોગી સાબીત થયો છે.
એક સપ્તાહની શ્રેષ્ઠ વરપ પમ મળી ચુકી છે. આથી હવે હળવાથી મધ્યમ વરસાદની જરૂરીયાત કપાસ, મગફળી, તલ, બાજરી કઠોળ સહિતના રોકડીયા પાકોને રહેલી છે. તથા ભાવનગર જિલ્લાના ગારીયાધાર, ઉમરાળા તથા વલભીપુર તાલુકામાં સૌથી ઓછો વરસાદ થયો છે છેલ્લા બે વર્ષની તુલનાએ આ ત્રણેય તાલુકાઓ અછતનો સામનો કરી રહ્યા છે એ સાથે જિલ્લાના મુખ્ય જળાશય શેત્રુંજ્ય પણ ફલક સપાટીથી પણ દુર છે જો આ ડેમ ઓવરફલો થઈ જાય તો શિયાળુ તથા ઉનાળુ વાવેતર અને પીવાના પાણીની સમસ્યા ઉકેલાય જાય તેમ છે.
જો કે હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી ૫ દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નથી અરબી સમુદ્ર અથવા બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થાય તો ૫ દિવસ બાદ વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે.