શાળા તમાકુ મુકત બને અને તમાકુના વ્યસનથી લોકજાગૃતિ આવે તે હેતુથી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.ઓ.માઢક અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.અનિલ વર્માનાં માર્ગદર્શનથી બોટાદ જિલ્લામા બરવાળા તાલુકામાં નવયુગ હાઇસ્કુલમાં તમાકુ મુકત શાળા બને તેં માટેની પ્રવૃતિ કરવામાં આવી હતી. જેમા બાળકો સાથે તમાકુ વિશેની ચિત્ર સ્પર્ધા,નિબંધ સ્પર્ધા અને સંગીત-ખુરશી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા પ્રથમ,દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ વિદ્યાર્થિઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય પઢીયાર ગંભીરસિંહ,અને શિક્ષક વિરમભાઇ, સંદિપભાઇ, સુરેશભાઈ, કોમલબેન, રિનાબેન, મિતલબેન, ભાવનાબેન, મનીષાબેન, વંદનાબેન, કિંજલબેન અને સોશ્યલ વર્કર ગૌતમભાઈ વંડરા દ્રારા કામગીરી કરવામાં આવેલ હતી.