૫૨ કરોડનાં રેતી કૌભાંડમાં નવાજૂનીના એેંધાણ

1916

રાજુલા પર કરોડના રેતી કાંડના આરોપી આને ર – દિવસના રિમાન્ડ અપાયા, એસીબી દ્વારા રેતીનો જથ્થો શોધવા ઠેર ઠેર દોરડા રાજકોટ એસીબીની બે ટુકડીઓ દ્વારા ખાનગી તપાસ શરૂ વધુ કોઈ કૌભાંડના ભણકારા આ મામલે નવો વળાંક આવી શકે છે. પણ તમામ હાલના ૯ પકડાયેલ આરોપીઓના જામીન પણ નામંજુર થયા.

રાજુલાની પર કરોડના મહા કૌભાંડે ચકચાર જગાવી છે. જેમાં મોટા માથાઓ સામેલ જેમાં ધાતરવડી નદીમાંથીલાખો ટન રેતી ખનીજ ચોરીમાં પકડાયેલ કુલ ૯ આરોપીઓ સામે  જિલ્લા ખાણ ખનીજના સુપર વાઈઝર દ્વારા દાખલ કરેલ ફરિયાદ બાબતે રાજકોટ એસીબી દ્વારા ચાલતી તપાસમાં કોર્ટમાંથી મેળવેલ ર-દિવસના રિમાન્ડમાં વધુ કૌભાંડો ખુલવાના ભણકારા કારણ પ૧ કરોડ અને ૯૮ લાખની રેતી ખનીજ ચોરીમાં માત્ર ૯ આરોપીઓ જ નથી અને તેમાં આરોપીઓ શિવાય અન્ય રેતી ઓરીમાં સામેલ કોણ કોણ છે તેની એસીબી દ્વારા ર ટુકડીઓ બનાવી ખાનગી રાહેપણ તપાસ આરંભાઈ છે પણ પકડી પડેલ આરોપીઓ જેમાં ધીરૂભાઈ દડુભાઈ ધાખડા રે. વડલી મનુભાઈ ખીમાભાઈ ડાભી રે છતડીયા, મનુભાઈ સુખાભાઈ ભીલ રે લોઠપુર, ગોપાલભાઈ બચુભાઈ સાંખટ રે. લોઠપુર,ગોપાલભાઈ બચુભાઈ સાંખટ રે. લોઠપુર, ઉલ્લાસભાઈ લાભુભાઈ રે કોડીનાર, જુશભાઈ શેલારભાઈ ધાખડા રે. વડ, વિરામભાઈ કાળાભાઈ ઓડેદરા રે. રાજુલા, કિરણભાઈ વિરાભાઈ ધાખડા રે. લોઠપુર અને નવમાં મધુભાઈ દાનુભાઈ ધાખડા રે. વડની ધરપકડ બાદ જે ર દિવસના રિમાન્ડમાં જ ખળભળાટ સર્જાશે અને આ નવ તહોમતદારો કોઈની શેહ શરમ રાખ્યા વિના મોઢુ ખોલશે તો એસીબીને નવી સફળતા મળવાના એંધાણ દેખાય રહ્યા છે. કારણ આવા મહા રેતી કૌભાંડ જે પર કરોડનું કૌભાંડમાં જો મોઢું ખોલશે તો આ મહાકૌભાંડમાં દર મહિને કોણ કોણ તંત્રના અધિકારીઓ સહિત સંડોવાયેલ છે અને આવા મહા કૌભાંડને આજ સુધી કો કોણ છાવરી રહ્યું હતું. તેનો પર્દાફાશ એસીબીને હાથ વેંતમાં પણ એસ.પી. નિર્લિપ્ત રાયની અપાયેલ કડક સુચના અનુસાર કોઈને પણ બક્ષવામાં નહીં આવે અને રાજુલા પી.આઈ. યુ.ડી. જાડેજા પણ એસીબી રાજકોટની ટીમને સપોટ જયા જરૂર પડે ત્યાં ખડે પગે ઉભા રહી રેતી કૌભાંડના મુળ સુધી પહોંરવા ચક્રોગતિમાન કર્યા છે અને આ બાબતે હજી કોઈ નવો વળાંક આવ્યે તો ખળભળભાટ મચી જવાના એંધાણ દેખાય રહ્યા છે અને રાજુલા જાફરાબાદ તાલુકાના રેતી માફીયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

Previous articleગુજરાત હજ કમિટી મુખ્યમંત્રી રૂપાણીની મુલાકાતે
Next articleનાણા વિના સરકારી હોસ્પિ.માં સારવાર નહીં