ભાવનગરનાં વકીલ મંડળો દ્વારા વર્તમાન કોર્ટની જગ્યા પર ટ્રાફીકનાં પ્રશ્નને લઈને સીદસર ખાતે કોર્ટ માટે નવી જગ્યા ફાળવણી માટે રાજ્ય સરકાર સમક્ષ વર્ષોથી કરાઈ રહેલી માંગણીની દરખાસ્ત આજે મંત્રી કૌશીક પટેલ દ્વારા મંજુર કરાતા ભાવનગરનાં વકીલોએ કોર્ટ પટાંગણમાં ઢોલ-શરણાઈ સાથે વિજયોત્સવ મનાવ્યો હતો.
ભાવનગર સ્થિત ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ આવેલી છે તે જગ્યાએ ભાવેણાની વસ્તી અને વાહનો તથા કેસોનું પ્રમાણ વધતા સતત ગીચતા અનુભવાઈ રહેતી હતી અને ખુંખાર આરોપીઓને મુદતમાં લાવવા લઈ જવામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ સુરક્ષાની દ્રષ્ટિએ પણ જોખમ હોય ભાવનગર બાર તથા ક્રિમીનલ બાર એસોસીએશન દ્વારા સ્થાનિક ધારાસભ્યો સહિત ગાંધીનગર કાતે કાયદામંત્રી સહિતને ભાવનગરથી દુર સીદસર ખાતે સર્વે નં. ૨૩ની જગ્યા કોર્ટ બિલ્ડીંગ માટે ફાળવવા વર્ષોથી રજુઆત કરાયેલી અને વાંરવાર રીમાન્ડર આપવામાં આવેલા.
આ અંગે ભાજપનાં પશ્ચિમનાં ધારાસભ્ય અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી દ્વારા પણ સરકારમાં રજુઆત કરાયેલી જેનાં ફળ સ્વરૂપે રાજ્યનાં મંત્રી કૌશિક પટેલ દ્વારા ભાવનગર વકીલ મંડળોની માંગણીવાળી સીદસર સર્વે નં.૨૩ની જગ્યા કોર્ટ માટે ફાળવવાની દરખાસ્ત મંજુર કરતા વકીલ મંડળોમાં ખુશીનો માહોલ છવાયો હતો. ભાવનગર વકીલ મંડળનાં પ્રમુખ ચેતનભાઈ આસ્તિક, ફોજદારી વકીલ મંડળનાં પ્રમુખ શિવરાજસિંહ ગોહિલ તેમજ બન્ને વકીલ મંડળનાં હોદેદારો સીનીયર જુનિયર વકીલો સહિતે આજે કોર્ટ પરિસરમાં ઢોલ-શરણાઈ અને અબીલ-ગુલાલની છોળો ઉડાડવા સાથે વિજયોત્સવ મનાવ્યો હતો આ કાર્યક્રમમાં અનિરૂધ્ધસિંહ ઝાલા, ધર્મેન્દ્ર ડાભી, ભરતભાઈ ઉપાધ્યાય, અતુલભાઈ કામદાર, ઉમેશભાઈ ત્રિવેદી, સી.ડી.ભલાણી, સંજયભાઈ ત્રિવેદી સહિત ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વકીલ મંડળનાં પ્રમુખે મંત્રી ધારાસભ્ય, જ્યુડીશ્યલ ઓફિસરો સહિત સહયોગઓનો આભાર વ્યક્ત કર્યો હતો. સી.ડી.ભલાણી, સંજયભાઈ ત્રિવેદી સહિત ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વકીલ મંડળનાં પ્રમુખે મંત્રી ધારાસભ્ય, જ્યુડીશ્યલ ઓફિસરો સહિત સહયોગઓનો આભાર વ્યક્ત કર્યો હતો.