પ્રાંતિજના તાજપુર પાસે હાઇવે પરની હોટલમાંથી જુગારધામ પકડાતા ચકચાર

1196

સાબરકાંઠા જિલ્લાના નેશનલ હાઈવે આઠ ઉપર પ્રાંતિજ ના તાજપુર પાસે આવેલ હોટલ કિસ્મતના ગેસ્ટ હાઉસમાં ચાલતા જુગાર ધામની મળેલ બાતમીને પગલે રેડ કરી જુગાર રમતાં ૧૨ શકુનિઓને આર.આર.સેલ ગાંધીનગર દ્વારા રૂ. ૮૮૩૨૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.

હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવે આઠ પ્રાંતિજના તાજપુર ખાતે આવેલ હોટલ કિસ્મત કાઠીયાવાડી અને ગેસ્ટ હાઉસમાં ગેસ્ટ હાઉસના માલિક મહેબુબ ભાઇ અબ્દુલભાઇ ધાંગા (રહે. ગઢા તાલકો. હિંમતનગર જિ.સાબરકાંઠા) પોતાની હોટલ નો રૂમ ભાડે આપી જુગાર રમાડતાં હોવાની આર.આર.સેલ ગાંધીનગર ને બાતમી મળતાં ૨૯/૦૭/૧૮ને રાત્રીનાં સવા દસ વાગ્યે હોટલમાં રેઈડ કરતાં રૂમનાં. ૧૦૩માં જુગાર રમતા અમદાવાદના ઇસમોએ મળી આવ્યા હતા.

તેમની પાસેથી રૂ.૪૦,૮૨૦ તથા મોબાઇલની કિંમત- ૪૭,૫૦૦ મળી કુલ ૮૮,૩૨૦ ના મુદ્દામાલ કબ્જે લઇ હોટલ માલિક મહેબુબભાઇ અબ્દુલભાઇ ધાંગા સહિત ૧૩ની અટકાયત કરી મહંમદ ઇકબાલ અબ્દુલ હમીદ ખાન એ.એસ. આઇ આર.આર.સેલ ગાંધીનગર દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં કરતાં પોલીસે જુગાર ધારા કલમ ૪,૫ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

હોટલ કિસ્મત કાઠીયાવાડી અને ગેસ્ટ હાઉસમાં ગેસ્ટ હાઉસના માલિક મહેબુબ ભાઇ અબ્દુલભાઇ ધાંગા (રહે. ગઢા તાલકો. હિંમતનગર જિ. સાબરકાંઠા) પોતાની હોટલ નો રૂમ ભાડે આપી જુગાર રમાડતાં હતો. કાળુસિંહ રાઠોડ ,ગૌરીભાઇ કાનજીભાઇ પટેલ, મિતેશભાઇ અરવિંદભાઇ પટેલ, મૃદંગ આનંદ કુમાર ચેવક, દીપકભાઇ નટવર ભાઇ પટેલ, અંકુર જગદીશભાઇ મહેતા, વિજયભાઇ કનુભાઇ પટેલ, વિષ્ણુભાઈ શંકરભાઇ પટેલ, ચંદ્ર કાન્ત પાંડુરંગ ઇંગલા, જસ્મીન રમણીક ભાઇ, વિશાલ રમેશભાઇ પટેલ, આશિષ રામભાઇ પટેલ, જયેન્દ્ર મનહર લાલ પારેખ, મહેબુબ અબ્દુલભાઇ ધાંગા રહેવાસી ગામ ગઢા તા. હિંમતનગર જિ. સાબરકાંઠા આ ૧૩ ઝડપાયા હતા.

Previous articleમાણસામાં રખડતા પશુઓનો ત્રાસ, પગલાં માટે દુર્ઘટનાની રાહ જોતુ તંત્ર
Next articleફુડ તંત્ર આખરે જાગ્યું : કેટલીક જગ્યાએ દરોડા પાડી અખાદ્ય ખોરાકનો નાશ કરાયો