અમરેલી જિલ્લામાં કલ્પસર સહયોગ સમિતિને ઠેર ઠેર જન સમર્થન ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી અને અગ્રણીઓ દ્વારા તા૩૧/૭ ના રોજ અમરેલી શહેર તેમજ સાવરકુંડલા અને ગ્રામ્ય વિસ્તારના અમૃતવેલ તેમજ ગ્રારિયાધાર શહેરી વિસ્તાર અને ગ્રામ્યની ગુપ મીટીંગો મોડી રાત્રે સુધી ચાલી હતી. ગારીયાધાર શહેરી વિસ્તારોના અગ્રણીઓ દ્વારા સમર્થન રતનવાવ ગામે રાતે છેલ્લી મીટીંગ સુધી જોવો મળ્યો હતો સરકાર દ્વારા કલ્પસરને પથરેખા નામે તાજેતરમાં સ્વીકૃતિ આપી જે જવાબો રીચર્જ રિપોર્ટ જાહેર કર્યા તેની માહિતી સાથે સહયોગ સમિતિ દ્વારા જનજગૃતિ માટે સૌરાષ્ટ્રના પાણી પ્રશ્ને ઉપાડેલ અભિયાનમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધાર્મિક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અદમ્ય ઉત્સાહ દર્શાવતા લોકો દિવસ દરમ્યાન દરેક તાલુકાના દૈનિક પંદરથી વીસ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મીટીંગો કરી મિશન કલ્પસરને સરકાર ઝડપી સ્વીકારી સૌરાષ્ટ્રની તરસી ધરાને નવસાધ્ય કરવા કટિબદ્ધ બંને તે માટે કલ્પસર સહયોગ સમિતિ સૌરાષ્ટ્ર ભરમાં પેપ્લેટ પોસ્ટર બેનરો શેરી નાટકો અને પોસ્ટ કાર્ડ ઝુંબેશ શરૂ કરી સાવરકુંડલા ગારીયાધાર અમરેલી શહેરી અને ગ્રામ્યનો પ્રવાસ અને પ્રચારને વેગ આપતા કલ્પસર સહયોગ સમિતિને ઠેર ઠેર સમર્થન કરતા સૌરાષ્ટ્રના લોકોને જલ હે તો કલ હેનો નારો આપતા સ્વામી માર્ગીયસ્મિતજી સહિતના અગ્રણીઓ દ્વારા સૌરાષ્ટ્રના પાણી પ્રશ્ને વીડિયો પ્રોજેક્ટર દ્વારા કલ્પસર યોજના સાર્થક થાય તો સૌરાષ્ટ્ર કેવું લાગે તેની રૂપરેખા દર્શાવતી કલ્પફિલ્મ નિષ્ણાંત વક્તાઓ દ્વારા આંકડાકીય માર્ગદર્શન અનેક રોજગારીઓ હરિયાળી ક્રાંતિને તાદ્રશ્ય કરાવતા નિષ્ણાંતો દ્વારા સૌરાષ્ટ્રભરનો પ્રવાસ કરતા કલ્પસર સહયોગ સમિતિના એક સો પચાસથી વધુ મેમ્બરોને ઠેર ઠેર સમર્થન મળી રહ્યું છે.