મહુવા પંથકમાં ૧ કલાકમાં ધોધમાર બે ઈંચ વરસાદ

1097
bvn11102017-7.jpg

ભાવનગર શહેર અને જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ આજે મહુવા અને ઘોઘા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં મહુવામાં ૧ કલાકમાં બે ઈંચ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. ચોમાસાએ વિદાય લીધી હોય તેમ ભાવનગર શહેર અને જિલ્લામાં લાંબા સમયથી વરસાદે વિરામ લીધો છે અને છેલ્લા એકાદ સપ્તાહથી તો તાપમાનનો પારો પણ ઉચકાતા ઉનાળા જેવો માહોલ સર્જાયો છે અને લોકો ગરમીનો અનુભવ કરી રહ્યાં છે ત્યારે આજે રાત્રિના સમયે મહુવા પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને એકાદ કલાકમાં જ બે ઈંચ ઉપરાંત (પ૪ મી.મી.) વરસાદ પડયો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામેલ. જ્યારે ઘોઘા પંથકમાં પણ વરસાદના જોરદાર ઝાપટા પડયા હતા.

Previous articleકેરોસીલ ફલેગશીપ શો-રૂમ અને ટેક કેરીસીલ રેન્જનું અમદાવાદમાં ક્રિતી સેનન દ્વારા ઉદ્દઘાટન
Next articleજેલમાંથી પેરોલ જંપ કરી એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને એસઓજી ઝડપ્યો