૬૯ વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે રાજયના પાટનગર ગાંધીનગરના સ્થાપનાદિનને નાયબ વન સંરક્ષકની કચેરી, ગાંધીનગર દ્વારા વૃક્ષ રથયાત્રાનો આરંભ વન ચેતના કેન્દ્ર, સેકટર- ૩૦ ખાતેથી કરવામાં આવ્યો છે. આ વૃક્ષ રથયાત્રાને નાયબ વનસંરક્ષક અતુલ અમીને પ્રસ્થાન કરાવ્યુ ં હતું. આ રથ સમગ્ર જિલ્લાના તમામ તાલુકાઓના ગામોમાં ફરશે. વૃક્ષ બચાવવા અને વૃક્ષોના ઉછેર અંગેની જાગૃતિ લાવવા સાથે સાથે રોપાઓનું પણ વિતરણ વૃક્ષ રથયાત્રા દ્વારા કરવામાં આવશે.
વૃક્ષ રથયાત્રાની વિગતો આપતા નાયબ વનસંરક્ષક અતુલભાઇ અમીને જણાવ્યું છે કે, ૬૯ વન મહોત્સવની ઉજવણી સાચા અર્થેમાં સાર્થક કરવાના ઉમદા આશયથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રા તા. ૨ અને ૩ ઓગષ્ટ દરમ્યાન રાજયના પાટનગર ગાંધીનગરમા ં ફરશે. જેમાં તા. ૨ ઓગષ્ટના રોજ સેકટર- ૧ થી૧૫ નો સમાવેશ કરવામાં આવ્યો છે.