મણાર યાર્ડના ખાડામાંથી ચોરી કરેલ મુદ્દામાલ સાથે બે ઝડપાયા

1078

અલંગ પોલીસ મથક વિસ્તારમાં આવેલ મણાર યાર્ડના ખાડામાંથી પીતલના વાલ્વ અને ઢાંકણાની ચોરી કરનાર બે શખ્સોને એલસીબી ટીમે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.

ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો અલંગ તથા અલંગ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પો.કોન્સ. વિઠ્ઠલભાઇ બારૈયાને બાતમીરાહે હકિકત મળેલ કે, ભારાપરા ગામની સીમમાં ગરાસ તરીકે ઓળખાતી વાડીમાં ચંદ્દકાંત ઉર્ફે ચંદુ રામભાઇ, હિતેશ ઉર્ફે હિતો જેન્તીભાઇ રહે.બંને ભારાપરાવાળા ચંદ્દકાંત ઉર્ફે ચંદુની વાડીમાં શક પડતો મુદ્દામાલ રાખેલ છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં  ચંદ્દકાંત ઉર્ફે ચંદુ રામભાઇ ભીખાભાઇ મકવાણા ઉ.વ.૨૦ રહે.રામજી મંદિર પાસે,ભારાપરા હાલ-ભોળનાથ સોસાયટી,અખિલેશ સર્કલ,ઘોઘા જકાતનાકા,ભાવનગર,  હિતેશ ઉર્ફે હિતો જેન્તીભાઇ કલ્યાણભાઇ મકવાણા ઉ.વ.૧૯ રહે.ભારાપરા તા.તળાજા હાલ-મકાન નં.૩૦,સ્વપ્ન સોસા., ટોપ થ્રી પાસે,ભાવનગરવાળા હાજર મળી આવેલ.તેઓ બંનેનાં કબ્જામાંથી શણનાં કોથળાઓમાં ભરેલ પીતળનાં વાલ્વ તથા તેનાં ઢાંકણા મળી આવેલ.જે અંગે તેઓ પાસે આધાર-પુરાવા-બિલ માંગતાં નહિ હોવાનું જણાવેલ.જે કુલ રૂ.૪૬,૦૦૦/-નો મુદ્દામાલ શક પડતી મિલ્કત ગણી સીઆરપીસી કલમઃ-૧૦૨ મુજબ પંચનામાની વિગતે તપાસ અર્થે કબ્જે કરેલ.મજકુરને સીઆરપીસી કલમઃ-૪૧(૧)ડી મુજબ ધોરણસર અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ. તેઓની પુછપરછ કરતાં તેઓએ ઉપરોકત તમામ પીતળનાં વાલ્વ તથા ઢાંકણાઓ ગઇ તા.૧૮/૦૭નાં રોજ મોડી રાત્રીનાં મણાર યાર્ડ,સથરા ચોકડીથી સથરા જવાનાં રસ્તે આવેલ ખાડા માંથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ.

Previous articleનંદકુંવરબા કોલેજનો સ્થાપનાં દિન ઉજવાયો
Next articleગીતાચોક પાસે ડમ્પરની પલ્ટી