અમરેલી જિલ્લા પર જાણે કાળ જળુંબતો હોય તેમ સવારના અમરેલી પાસે અકસ્માતમાં ૪ના મોત થયા જ્યારેે સાંજના સુમારે લગભગ ૬-૩૦ કલાકે હિડોરણા ચોકડી પાસે આવેલ બાલ ક્રિષ્ના સ્કુલ પાસે જાફરાબાદથી આવી રહેલ મેજીકને જ્યારે હિડોરણા પહોચી ત્યારે પુરપાટ ઝડપે તેની પાછળ આવી રહેલા ટ્રક પાછળથી મેજીકને બે વાર જોરદાર ટક્કર મારતા મેજીક ઉલળીને ખાળીયામાં ખાબકી હતી આ મેજીકમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે જ્યારે ૩ લોકોને રાજુલા સીવીલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ રીફર કરવામાં આવેલ છે જ્યારે ૫ લોકોને રાજુલામાં સારવાર આપવામાં આવી રહેલ છે.