(જી.એન.એસ)ગાંધીનગર,તા.૨
ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વધારે સારી રીતે બની રહે તે માટે ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કાયદા અને વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આગામી દિવસોમાં રાજ્યના ૩૩ જિલ્લા અને મહાનગરોમાં રૂ.૩૦૦ કરોડના ખર્ચે સીસીટીવી લગાવવાની જાહેરાત પણ કરાઇ હતી. આ ઉપરાંત છેવાડાના માનવી દલિત પછાત આદિવાલીને ન્યાય મળે તેવી સૂચના પણ અપાઇ હોવાનું તેમણે જણાવ્યું હતું. સાથે સાથે નશાબંધી કાયદાનો કડક અમલ કરવો અને ગૌહત્યા પ્રતિબંધના કાયદાનો કડક અમલ કરવાનું પણ પોલીસ અધિકારીઓને સૂચના આપી છે. આ ઉપરાંત જયંતી ભાનુશાળી અને નલિન કોટડીયા જેવા નેતાઓ ને બીજેપી સરકાર છાવરી રહી હોવાનો કોંગ્રેસ નો આક્ષેપ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ફગાવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાના નેતૃત્વ હેઠશ ગુજરાત પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે ગુજરાતના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરાઇ હતી. સમીક્ષા બાદ ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, શહેરોમાં ટ્રાફિક નિયમોનું અસરકારતાથી અમલી કરણ થાય તે માટે શહેરી સત્તા મંડળો સાથે કોર્ડનિટ કરીને કામ કરવાની સાથે સાથે જ્યાં જ્યાં ટ્રાફિક વધારે છે એવી જગ્યાઓને પ્રાથમિકતા આપવના માટે સુચનાઓ અપવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ૩૩ જિલ્લા અને મહાનગરોમાં ૩૦૦ કરોડ રૂપિયાના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. આ ઉપરાંત ડ્રોન પણ લગાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. સાથે સાથે છેવાડાના માનવી દલિત પછાત આદિવાસીને ન્યાય મળે તે માટે પણ સૂચના અપાઇ છે. આ ઉપરાંત નશાબંધી કાયદાનો કડક અમલ કરાવવો અને ગૌહત્યા પ્રતિબંધના કારદાનો કડક અમલ કરાવવાની સુચનાઓ પણ અપાઇ છે.