ગાંધીનગરમાં સ્થિત સામિયાના રેસ્ટોરન્ટની આડમાં ચાલતા ગેરકાયદેસર હુક્કાબાર પર ર્જીંય્ની રેડ કરવામાં આવી છે. પોલીસે દરોડો પાડતાં અલગ-અલગ પ્રકારની હુક્કાની ફ્લેવર પણ મળી આવી હતી. જોકે આ અગાઉ પોલીસે આ જ હુક્કાબારમાં દરોડા પાડ્યા હતાં. આ રેડ દરમિયાન રેસ્ટોરન્ટના માલિક ,મેનેજર અને આસીટન્ટ મેનેજર વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. જ્યારે રેસ્ટોરન્ટના મેનેજન સહિત ૩ની ધરપકડ કરી હતી.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગાંધીનગરમાં સ્થિત સામિયાના રેસ્ટોરન્ટમાં ચાલતા હુક્કાબાર પર આજે ર્જીંય્એ રેડ કરી હતી. રેડ દરમિયાન ૪ મહિલા અને ૨૩ પુરુષોને પોલીસે હુક્કા પીતા ઝડપાયા હતા. પોલીસને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, અહીં એક મહિલાથી આ હોટલમાં હુક્કા પીવાનું ચાલતું હતું.
હોટલમાં યુવક અને યુવતીઓ હોટલમાં હુક્કા પી રહી હતી તે દરમિયાન પોલીસે રેડ પાડી હતી. પોલીસની રેડ પડતા રેસ્ટોરન્ટમાં યુવક અને યુવતીઓમાં દોડધામ મચી ગઈ હતી. જ્યારે યુવતીઓ પોતાનું મોઢાં સંતાડતી હતી. પોલીસે ૨૩ યુવક અને ૪ યુવતીઓની પૂછપરછ પણ કરી હતી.