પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવકુંજ આશ્રમ જાળીયામાં પંચમહાયાગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વાનંદ માતાજીની નિશ્રામાં વિશ્વ કલ્યાણ અર્થે સંત ગોપાલગીરીબાપુ સેવક સમુદાય અને શિવકુંજ આશ્રમ પરિવાર દ્વારા પૂરા શ્રાવણ માસ દરમિયાન અલગ અલગ પાંચ યજ્ઞ યોજાશે. પંચ દિવસીય ગણેશયાગ પ્રારંભ શ્રાવણસુદ-૧ રવિવાર તા.૧૨ અને પૂર્ણાહૂતિ શ્રાવણ સુદ-૬ ગુરૂવાર તા.૧૮ થશે. ત્રિ-દિવસીય વિષ્ણુયાગ પ્રારંભ શ્રાવણ સુદ ૭ શુક્રવાર તા.૧૭ અને પૂર્ણાહૂતિ શ્રાવણ સુદ-૯ રવિવાર તા.૧૯ થશે.
દ્વાદશ દિવસીય મહારૂદ્ર યાગ પ્રારંભ શ્રાવણ સુદ-૧૦ સોમવાર પૂર્ણાહૂતિ શ્રાવણ વદ-૫ શુક્રવાર તા.૩૧ થશે. દ્વિ દિવસીય નવચંડી યાગ પ્રારંભ શ્રાવણ સુદ ૧૦ સોમવાર અને પુર્ણાહૂતિ શ્રાવણ વદ-૭ રવિવાર તા.૨ થશે. પંચ દિવસીય મહાકાલ ભૈરવ યાગ પ્રારંભ શ્રાવણ વદ-૮ સોમવાર અને પૂર્ણાહૂતિ શ્રાવણ વદ-૧૧ના શુક્રવાર તા.૭ થશે. પુરા શ્રાવણ માસ દરમિયાન પાંચ પાંચ યજ્ઞોનું આયોજન આપણા વિસ્તારમાં પહેલીવાર થઈ રહ્યુ છે આ યજ્ઞોના પ્રારંભે અષાઢ વદ-૩૦ અમાસ શનિવાર, તા.૧૧ સવારે હેમાદ્રી શ્રાવણ વૈશ્વદેવ તથા નાન્દી શ્રધ્ધા થશે. શ્રાવણ વદ-૧૪ શનિવાર તા.૮ સવારે શ્રી સદગુરૂ મહાપુજન અને શ્રાવણ વદ-૩૦ અમાસ રવિવાર તા.૯ સવારે સોમનાથ મહાદેવ લઘુરૂદ્ર અભિષેક વિધિ કરવામાં આવશે. પંચ મહાયાગની પૂર્ણાહૂતિ શ્રાવણ વદ-૩૦ અમાર રવિવાર તા.૯ના યોજાશે. વિશ્વાનંદ માતાજીની નિશ્રામાં થઈ રહેલ પાંચ મહાયજ્ઞોમાં જુદી જુદી જગ્યાના સંતો મહંતોની પધરામણી થશે. યજ્ઞ શાળાના નિર્દેશક શાસ્ત્રી પરમેશ્વરી પ્રસાદ, યજ્ઞના આચાર્ય શાસ્ત્રી અનંતભાઈ, ઉપાચાર્ય શાસ્ત્રી તુષારભાઈ અને યજ્ઞ સંકલનમાં રાજુગીરી ગોસ્વામી રહેલ છે. શિવકુંજ આશ્રમ જાળીયામાં યોજાનાર આ યજ્ઞમાં જાળિયા ગામ સહિત દુર દુરના ગામોના સેવકો સાથે નંદલાલભાઈ જાની, દેવશીભાઈ મેર, ચંદુભાઈ પંડ્યા તથા વજુભાઈ તેજાણી વગેરે તૈયારીમાં રહ્યા છે.