સિહોરમાં કઈને કઈ નવું કરી પીરસનાર ઉસમાનભાઈ કે જેઓ મહમદરફી ના ફેન છે વર્ષોથી તેમના દ્વારા રફીસાહેબની પુણ્ય તિથી નિમિતે અલગ અલગ આયોજનો કરી શ્રધ્ધાંજલી અર્પણ કરી ફેન હોવાનું ઋણ અદા કરેછે ૩૧/૭ના રોજ મહાન ગાયક કલાકાર મહમદરફી સાહેબે આ ફા ની દુનિયા માંથી વિદાય લીધી હતી ત્યારે તેમના ચાહકોમાં પણ તેની ખૂબ મોટી ખોટ પડી હતી ત્યારે સિહોર ના અમીન સોડા નામ ની શોપ ધરાવતા ઉસમાનભાઈ કે જેઓ રફી સાહેબ ના ફેન છે ત્યારે રફી ની પુણ્યતિથિ નિમિતે દર વર્ષે પોતાની શોપ બંધ રાખી આખો દિવસ કોઈને કોઈ તિથિ નિમિતે કાર્યક્રમ કરેછે તેઓ દ્વારા એક શામ રફી કે નામ થી સુંદર સાઉન્ડ તથા ,પ્રોજેક્ટર ની મદદ થી આ સંગીત નાઈટ નું આયોજન કરેલ અને પોતાના મિત્ર મંડળ ને આમંત્રિત કર્યા હતા આ પુણ્યતિથિ ની તૈયારીઓ ઘણા સમયથી આદરી હતી ત્યારે સહોર ના રફી પ્રેમી ગાયકો ને પણ નિમંત્રણ પાઠવી મધુર ગીતોની હારમાળા યોજી હતી જેમાં ૮૫ વર્ષ ના એહમદભાઈ કે જેઓ સહારા વગર ચાલી નથી શકતા તેને પણ પોતાના કંઠ થી યાદગાર ગીતો ની વણઝાર કરી મિત્ર વર્તુળ ને મંત્રમુગ્ધ કર્યા હતા શ્રોતાઓ દ્વારા મહમદભાઈ નું આટલી ઉંમરે પણ આટલા સુંદર યાદગાર ગીતો રજૂ કરવા બદલ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું દર્શનાબેન,મુકેશભાઈ જાની વોઇસ ઓફ રફી,વિજયભાઈ બુચ, જયભાઈ મહેતા,મલયભાઈ રામાનુજ દ્વારા અલગ અલગ રફીસાહેબ ના ગીતો દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી હતી.