શહેરના વડવા વિસ્તારમાં આવેલ એક દુકાનમાંથી રૂા.દોઢ લાખની મત્તા ચોરી થવા પામી છે.
સમગ્ર બનાવ અંગે એ.ડીવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના વડવા વિસ્તારમાં આવેલ કુંભારવાળી શેરીમાં ‘સૌરાષ્ટ્ર પ્લાસ્ટીક’ ના નામે દુકાન ધરાવતા તથા લોહાણા જ્ઞાતિના અગ્રણી દિનેશબાઈ ઠક્કરએ એવા મતલબની ફરિયાદ નોંધાવી છેકે તાજેતરમાં તેઓની જ્ઞાતિ દ્વારા કરવામાં આવેલ ચોપડા વિતરણની રોકડ રકમ રૂા.૭૦ હજાર તથા દુકાનની વસ્તુ વેચાણનો વકરો દુકાનમાં રાખેલ કબાટના ખાનામા મુકી રાત્રે દુકાન વધાવી ઘરે ગયા હતા સવારે દુકાનની દિવાલમાં કોઈ અજાણ્યા શખ્સોએ બાકોરૂ પાડી કબાટના તાળાતોડી રૂા.દોઢ લાખની મત્તા ચોરી કર્યાનું ધ્યાન આવતા અજાણ્યા શખ્સો વિરૂધ્ધ એ.ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.