વડલી ગામે દલીત સમાજ દ્વારા સ્મશાન માટે જમીન આપવાની માંગ સાથે આવેદન

1342

જાફરાબાદ તાલુકાના વડલી ગામે દલિત સમાજ માટે સ્મશાન માટે ર એકર જમીન ફાળવવા અપાયું. મામલતદાર ચૌહાણને આવેદનપત્ર અમારી વ્યાજબી માંગણી નહીં સ્વીકારાય તો રાજ્યપાલ કચેરીએ ગાંધીનગરમાં ઉપવાસ આંદોલનની ચિમકી અપાઈ. જાફરાબાદના વડલી ગામે દલિત સમાજ માટે અંતિમ વિધિ કરવા આજ સુધી સરકારી લિગલી કોઈ વ્યવસ્થા ન હોવાથી બહુસંખ્યક દલિત સમાજને સ્મશાનની કોઈ જગ્યા ન હોય ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય ત્યારે અનુસુચિત સમાજની મળેલ બેઠક જેમાં ગાંધીનગર સામાજીક એક્તા મંચના કેવલભાઈ રાઠોડની સુચના મુજબ જાફરાબાદ તાલુકાના વડલી દલિત ગ્રામજનોના સ્મશાન માટે આ આવેદનપત્ર આપવામાં ટેકો જાહેર કર્યા બાદ આવેદનમાં જણાવેલ કે વડલી ગામની સરકારી ૭૦૦ વિઘા જમીન પડી હોય ત્યારે દલિત સમાજના સ્મશાન માટે માત્ર બે એકર જમીન ફાળવવા રજૂઆત કરેલ છે. જેમાં આ આવેદનપત્ર વડલી ગામના દલિત નેતા જગદિશભાઈ મેઘાભાઈ સરવૈયાની આગેવાનીમાં સાથે ગામના સરપંચ રાજુભાઈ મસરીભાઈ સરવૈયા, દિનેશભાઈ દેવશીભાઈ સરવૈયા, ભરતભાઈ મેઘજીભાઈ સરવૈયા, ગોવિંદભાઈ સરવૈયા, દિનેશભાઈ ગભાભાઈ સરવૈયા અને પાંચાભાઈ ડાભી સહિત મામલતદાર ચૌહાણને આવેદનપત્ર અપાયું અને સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અમો ગાંધીનગર ખાતે રાજ્યપાલ કચેરી સામે ઉપવાસ આંદોલનની ચિમકી પણ ઉચ્ચારાઈ હતી.

Previous articleજીવનનગરમાં રોપાનું વિતરણ, વૃક્ષારોપણ
Next articleનંદકુંવરબા મહિલા કોલેજમાં ડો.રાઠોડનું વ્યાખ્યાન યોજાયું