દામનગર શહેર ભાજપ આયોજિત નવજીવન હોસ્પિટલ તેમજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અમરેલીના સહયોગથી રક્તદાન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પમાં અમરેલી હોસ્પિટલના નિષ્ણાંત તબીબો ડો અવધેશ, ડો સંજય સોલંકી, ડો શલેશ પટેલ સહિતના તબીબી સ્ટાફ સાથે હદયરોગ, બીપી, ડાયાબીટીસ, શ્વાસ, દમ, ઉધરસ, પક્ષાઘાત, વાઈ આંચકી, મગજ, લીવર, ફેફસા, હાડકા, સાંધા વાં કેલ્શિયમ સ્ત્રી રોગ નવજાત શિશુ ગર્ભાશય કુપોષણ સહિત અનેકો રોગના દર્દીઓની એકી સાથે એક જગ્યાએ ઉપસ્થિતિ જોવા મળી અને તમામ રોગની તપાસ સારવારના નિષ્ણાંત ડોકટરોની સેવા મળી હતી.
તા.૫-૮ ના રોજ દામનગર શહેરની પટેલવાડી ખાતે સર્વરોગ અને રક્તદાન કેમ્પમાં જિલ્લા ભાજપ અગ્રણી હિરેનભાઈ હિરપરા, કમલેશભાઈ કાનાણી, તાલુકા ભાજપના મગનભાઈ કાનાણી, કિશોરભાઈ ભટ્ટ, અમરશભાઈ નારોલા, રજનીભાઇ ધોળકિયા, કિશોરભાઈ વાંઝા, શલેશભાઈ સોની ઢસા, સંજયભાઈ તન્ના, દેવચંદભાઈ આલગિયા, નિવૃત મામલતદાર ભેડા, પ્રીતેશ નારોલા લાઠી, નગરપાલિકા સી ઇ ભરતભાઈ ભટ્ટ, ગ્રામ્ય વિસ્તારો ના સરપંચો સામાજિક અગ્રણી હરજીભાઈ નારોલા સામાજિક સ્વૈચ્છિક સંસ્થા સિક્સ બટાલિયન ગ્રુપ માંધાતા ગ્રુપ સૂર્યમુખી ધૂન મંડળ પરમધામ સમિતિ સિનિયર સીટીઝન ટ્રસ્ટ પટેલ પ્રગતિ મંડળ દામનગર અતીત યુવા ગ્રુપ ઠાકોર સેના દ્વારકેશ મિત્ર મંડળ સરદાર ધૂન મંડળ ગીર નેચર કલબ વેલનાથ મિત્ર મંડળ સહિત અનેકો અગ્રણી કાર્યકર્તાઓની વિશાળ ઉપસ્થિતિમાં રક્તદાન અને સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો.