0+6જાફરાબાદ તાલુકા પંચાયત કચેરી ખાતે કારોબારીની નવીર ચના માટે તાલુકા પંચાયત પ્રમુખ રખમાઈબેન કવાડ તેમજ ઉપપ્રમુખ કરણભાઈ બારૈયાના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા યોજાઈ. જેમાં પ મહિલા સદસ્ય અને ૩ પુરૂષ સદસ્યની નિમણુંક તેમ ચેરમેનો આગામી તા. ૧૩-૮ના રોજ સર્વ સંમતિથી થશે નિમણુંકની ઘોણા કરાઈ.
જાફરાબાદ તાલુકા પંચાયત કચેરી ખાતે નવી કારોબારીની રચના અંતર્ગત તાલુકા પંચાયત પ્રમુખ રખમાઈબેન ભીમભાઈ કવાડ અને ઉપપ્રમુખ કરણભાઈ બારૈયાના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાનું થયું આયોજન. ૧૬ સભ્યોમાંથી ૪ તાલુકા સદસ્યો કોઈ કારણોસર ગેરહાજર રહેતા ૧ર તાલુકા સદસ્યોની બહુમત હાજરીમાં નવી કારોબારી માટે પ મહિલા તાલુકા સદસ્ય અને ર પુરૂષ તાલુકા સદસ્યોની કુલ ૭ + ૧ ન્યાય સમિતિના સદસ્યોમાં બાધુબેન મનુભાઈ લોઠપુર, રખમાઈબેન બાબુભાઈ મીતીયાળ, શાન્તુબેન ઉકાભાઈ કવાડ ભટવદર, મીનાબેન ચંદુભાઈ પીછડી, અંજનાબેન ઘનશ્યામભાઈ રોખડા મોટા માણસા, છગનભાઈ ભુરાભાઈ વાઘેલા રોહીસા, પાંચાભાઈ ભીખાભાઈ ડાભી કેરાળા અને અનુસુચીત જ્ઞાતિના મગનભાઈ મંગળાભાઈ જોગદીયા પણ હાજર રહેલ જે ન્યાય સમિતિ ચેરમેનના દાવેદાર હોય પણ આખરી નિર્ણય તાલુકા પંચાયત ચેરમેન સાથે આગામી તા. ૧૩-૮ના રોજ વિધીવત થશેની પણ સર્વ સંમતિથી કરાઈ ઘોષણા.