શ્રીજી એજ્યુ. ટ્રસ્ટ દ્વારા બાળકોને સ્ટેશનરીનું વિતરણ

1617

શ્રીજી એજયુકેશન સેવા ટ્રસ્ટ દ્વારા અવારનવાર આવા પ્રયોગો કરવામાં આવે છે. જેમ કે બોટાદ જિલ્લાના અનેક ગામોમાં મંદિરો મા સ્કુલોમાં વૃક્ષરોપણ જરુરિયાત બાળકો ને સ્કુલ બેગ અનેક સેવાઓની પ્રવર્તી કરવામાં આવે છે.

આજરોજ કાનીયાડ, તરખડા, ગોરડકા તેમજ મૂળિયાંપાટ જેવાં અનેક ગામોમાં શ્રીજી એજયુકેશન સેવા ટ્રસ્ટ દ્વારા ખેત મજુરી કરતા ગરીબ પરિવારો ના બાળકો ને સ્કુલ બેગ પાટી-પેન નું વિનાં મુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. સંગીતા બેન દવે ની આગેવાની હેઠળ કુદનબેન ગોહિલ મેહુલ ભાઇ વાળા સુરેશભાઈ ખાચર ચિંતન જોષી ભાવેશભાઇ ડાંગર ગોતમભાઇ અનિલભાઈ વગેરે દ્વારા સ્કૂલ બેગ પાટી- પેઇન નુ વિનાં મુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

Previous articleસુકાયેલા ઝાડ પર કલાના કસબ
Next articleસિહોરમાં રેઢીયાર પશુઓનો ત્રાસ