ભાવનગર જિલ્લાજેલમાં કાચા કામના કેદીએ ટીકડા ખાઈ લેતાં સારવાર અર્થે સર ટી હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેની સ્થિતી ગંભીર હોવાનું જાણવા મળ્યુ છે.
પ્રાપ્ત વિગત મુજબ બોટાદમાં પ્રોહિબીશનના ગુનામાં પકડાયેલ હિતેશગીરી અનીરૂધ્ધગીરી ગોસ્વામીને ભાવનગર જીલ્લાજેલમાં કાચા કામના કેદી તરીકે રખાયો હતો જ્યાં આજરોજ હિતેશગીરીએ દવાના ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ કરતાં ગંભીર હાલતે સારવાર અર્થે સર ટી હોસ્પિટલ ખસેડાયો હતો જેલની અંદર દવાના ટીકડા ક્યાંથી આવ્યા અને કોણ લાવ્યું તે ચર્ચાનો વિષય બન્યો હતો બનાવ અંગે જીલ્લા જેલ સુપ્રિન્ટેડન્ટે તપાસ હાથ ધરી છે.