જાંપોદર ગામે હીરાભાઈ સોલંકીના પ્રયાસોથી વિકાસની હારમાળા થઈ

984

રાજુલા નજીક જાંપોદર ગામ ધાતરવડી (ર) ડેમો વર્ષો પહેલા બનેલ તેમાં જાંપોદર ગામ સંપૂર્ણ ડુબમાં ગયું પણ સિંચાઈ વિભાગ દ્વારા ગામને કોઈ જાતની સુવિધા નહીં પણ માજી ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની જહેમતથી નવા જાંપોદર ગામ સરપંચ દ્વારા વિકાસની હારમાળા સર્જાઈ.

રાજુલા નજીક જાંપોદર ગામ ધાતરવડી (ર) ડેમ વર્ષો પહેલા બનેલા જુનુ જાંપોદર ગામ એક વખતે કહેવાય છે આખા તાલુકાનું હટાણું હતું તેવું ગામ જાંપોદર સંપૂર્ણ પાણીમાં (ડુબમાં) જતા નવું જાંપોદર ગામ વસેલ પણ સિંચાઈ વિભાગની ઘોર બેદરકારીથી આ નવા જાંપોદર ગામને એક પણ જાતની સુવિધા મળેલ નથી પણ ગામના હાલના સરપંચ મનુભાઈની મુલાકાત અમરૂભાઈ બારોટે લેતા તેમણે ચોંકાવનાર સિંચાઈ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. અનેક રજૂઆતો છતાં સિંચાઈ વિભાગે ધ્યાન ન દેતા આખરે માજી ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની જહેમતથી નવ વર્ષથી બનેલા નવા જાંપોદર ગામમાં પીવાનું પાણી, રાજ્ય સરકારની યોજના મુજબ ઘરે ઘરે નળ દ્વારા પાણી, ગામમાં સ્ટ્રીટલાઈટો, ૬૦ ટકા પાકા રસ્તા, આંગણવાડી, પંચાયત ઘર, પ્રાથમિક શાળા અને બસ સ્ટેશન સુધીની સુવિધાઓ અમોને મળેલ.

Previous articleતહેવારો ટાણે તેલના ભાવ વધતા ગૃહીણીઓનું બજેટ ખોરવાયું
Next articleઆડોડીયાવાસના બુટલેગરને પાસા તળે લાજપોર જેલ ધકેલ્યો