પાલિતાણા ખાતે ડીઝીટલ પેમેન્ટનો ડ્રો યોજાયો

880

પાલિતાણા ખાતેની સદગુરૂ ઈન્ડેન ડીસ્ટ્રીબ્યુટર્સ તરફથી દર માસના પહેલા રવિવારે ડીઝીટલ પેમેન્ટ ગ્રાહોનો ડ્રો નં. ૪ પટેલ બોર્ડીંગ ખાતે પાલિતાણાના એડવોકેટ- નોટરી વીનુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતો.  જેમાં મૂખ્ય મહેમાન સ્ટેટ બેંક ઓ ફ ઈન્ડિયા મઢડા શાખાના મેનેજર કમલ તથા વેપારી આગેવાન નીલેશભાઈ દીઓરાની વીશિષ્ટ ઉપસ્થિતિમાં યોજાયેલ હતો. જુલાઈ માસ દરમ્યાન ગેસ ગ્રાહકોએ ઓનલાઈન પેેમેન્ટ કરેલ હોય તેવા ગ્રાહકોને તા. પ-૮-૧૮ના રોજ ડ્રો યોજવામાં આવેલ હતાં. જેમાં પ્રથમ ઈનામ મોહનભાઈ માધવજીભાઈ સુતરીયા, દ્વિતિય ઈનામ કાળીદાસ આત્મરામભાઈ, તુલશીભાઈ ખોડાભાઈ નાકરાણી, કુલસુમબેન મનસુરઅલી લક્ષ્મીધર એમ કુલ ૪ વ્યકિતઓને ડ્રોમાં ઈનામ મેળલ હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડીઝીટલ ઈન્ડિયા અંતરગત ડીઝીટલ પેમેન્ટને પ્રોત્સાહન મળે તે હેતુથી આ યોજના કરેલ છે. આ પ્રસંગે ડીઝીટલ પેમેન્ટ કરેલ ગ્રાહકો તેમજ ગામના અગ્રગણ્ય નાગરિકોની હાજરીમાં યોજાયેલ હતો અંતે સદગુરૂ ઈન્ડેન ડીસ્ટ્રીબ્યુટસ થતી દીપકભાઈ ગોહીલે આભાર દર્શન કરેલ.

Previous articleરાજ્યકક્ષાની ટે-ક્વોન-ડો સ્પર્ધામાં ભાવનગરને ૭ ગોલ્ડ સહિત રર મેડલ
Next articleમહિલાઓએ ઉચ્ચ શિક્ષણ મેળવી વિવિધ ક્ષેત્રમાં સિધ્ધીઓ મેળવી છે -ડીએસઓ