સની લિયોને પોતાના નવા શોની કરેલ ભવ્ય શરૂઆત

922

લાંબા ઇન્તજારા બાદ જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે સ્પ્લિટસવિલા સિઝન-૧૧ની શરૂઆત થઇ ગઇ છે. આ શોની જોરદાર રીતે શરૂઆત થતા ઉત્સુકતા વધી  ગઇ છે. શોના પ્રથમ એપિસોડમાં રોમાંચકતા જોવા મળી હતી. પ્રથમ દિવસે યુવતિઓ અને યુવકોને એક હાર્ટ શેપ્ડ ચોકલેટ પુલમાં એકબીજાને ઇમ્પ્રેસ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. સ્પર્ધાની આનાથી સારી શરૂઆત થઇ શકી ન હોત. આ સિઝનમાં નવ યુવતિઓ અને ૧૦ યુવકો ભાગ લઇ રહ્યા છે. તમામ સ્પર્ધકો આ વખતે અલગ અલગ સ્વભાવના અને અલગ અલગ બેક ગ્રાઉન્ડ સાથે જોડાયેલા છે. આમાંથી કેટલાક તો ટીવી કલાકારો છે. કેટલાક રોડીઝના સ્પર્ધકો છે. કેટલાક સામાન્ય લોકો પણ છે. ભલે અહીં પહોંચલા તમામની પસંદ અને નાપસંદ જુદી જુદી છે. પરંતુ એક બાબત તમામમાં સમાન છે તે છે સાચા પ્રેમની શોધ કરવાની આશા છે. આ તલાસમાં તેમનો સાથ આપવામાં કોઇ અન્ય નહીં બલ્કે હોટ સની લિયોન છે. સાથે સાથે હોસ્ટ તરીકે રણવિજય પણ છે. કેટલાક સ્પર્ધકોમાં તો તરત જ મિત્રતા થઇ ગઇ હતી. જ્યારે કેટલાક સ્પર્ધકો માટે મિત્રતા કરવાની બાબત પડકારરૂપ બની હતી. અલબત્ત શોમાં સિક્રેટ સેશન ગેમ ચેન્જેર સાબિત થઇ શકે છે. ફેન્સ માટે પ્રથમ એપિસોડથી જ રોમાંચકતા જામી ગઇ છે. ડેટિંગ, ઇમોશન અને ઉતારચઢાવ વચ્ચે આ શો હવે કઇ રીતે આગળ વધી શકે છે.  સની લિયોનની હાજરીના કારણે તેના શોમાં વધારે લોકો રસ લઇ શકે છે. સની લિયોન બોલિવુડમાં સૌથી વધારે લોકપ્રિય સિલિબ્રિટી તરીકે ઉભરી  ચુકી છે. તેની પાસે મોટી સંખ્યામાં ફિલ્મો પણ આવી રહી છે. ખાસ કરીને આઇટમ સોંગ માટે ઓફર આવી રહી છે.

Previous articleસલમાને ડેટ્‌સનું કારણ આપી ઐશ્વર્યાના ભાઈનો રોલ કર્યો ન હોતો..!!?
Next articleજુહી ચાવલાએ સોનમ આહુજાની પ્રશંસા કરી!