ભાવનગર જિલ્લાના અલંગ શિપયાર્ડ મણાર વિસ્તારમાં પ્લોટ નં.ર૪ની સામે ઝુપડપટ્ટીમાં ખોલીમાં સુતેલા પરપ્રાંતિય આધેડની કોઈ અજાણ્યા શખ્સે તિક્ષણ હથિયારોના ઘા ઝીંકી હત્યા નિપજાવી નાસી છુટ્યો હતો. બનાવની જાણ થતા અલંગ પોલીસ મથકનો સ્ટાફ દોડી જઈ બનાવની જીણવટભરી તપાસ હાથ ધરી છે. બનાવ બનતા સમગ્ર પંથકમાં ચક્ચાર મચી જવા પામી હતી.
બનાવની મળતી વિગત મુજબ, મુળ ઉત્તરપ્રદેશના હાલ અલંગ શિપયાર્ડ મણાર વિસ્તારમાં પ્લોટ નં.ર૪ની સામે ખોલીમાં રહેતા વિનોદચંદ્ર રામચંદ્ર ઉ.વ.૪૯ પોતાની ખોલીમાં સુતા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સે વહેલી સવારે તિક્ષણ હથિયારો વડે માથાના ભાગે અને કપાળના ભાગે ઘા ઝીંકી ગંભીર ઈજાઓ કરી હત્યાની નિપજાવી નાસી છુટ્યો હતો. બનાવની જાણ થતાં અલંગ પોલીસ મથકના પીએસઆઈ પટેલીયા સહિતનો સ્ટાફ બનાવસ્થળે દોડી જઈ બનાવ અંગે સુદામા રમાશંકર વિશ્વકર્માની ફરિયાદ નોંધી હત્યારાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. વહેલી સવારે ખોલીમાં સુતેલા શખ્સની હત્યાના પગલે સમગ્ર પંથકમાં ચક્ચાર મચી જવા પામી હતી.