ડિમોલેશનના મામલે વેપારીઓમાં રોષ

1926

ભાવનગર મહાપાલિકા દ્વારા છેલ્લા ૬ દિવસથી ચાલી રહેલ ડીમોલેશનના પગલે વેપારી વર્ગમાં ભારે રોષ ઉઠ્યો છે. આજે વેપારીઓએ વ્યવસાય બંધ કરી રેલી યોજી કમિશ્નરને રજુઆત કરવા ઉમટી પડ્યા હતાં.

૧ ઓગષ્ટથી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ભાવનગર મહાપાલીકા દ્વારા હાથ ધરવામાં આવેલ ઓપરેશન ડીમોલેશનના સાતમાં દિવસે પણ સમગ્ર કામગીરી યથાવત રાખી છે. વર્ષોથી અડીખમ અડ્ડો જમાવેલ સેકંડો દબાણોને તંત્રની ટીમએ ગણતરીની કલાકોમાં તોડી પાડવામાં આવ્યા હતાં. આજે વિઠ્ઠલવાડીથી બોરતળાવ વોર્ડ તેમજ શહેર મધ્યે શાકમાર્કેટ, વોરાબજાર, ગોળબજાર, અન્ય કાળીયાબીડ, ઘોઘાજકાતનાકા સહિતના વીસ્તારો ટીમએ સર કર્યા હતાં.

દબાણ હટાવ અંગેની કામગીરીમાં અડચણ રૂપ લારી-ગલ્લા, બાંકડા, ઓટલા, ગ્રીલ, છાપરા, દિવાલો સહિતના દબાણો દુર કરવામાં આવ્યા હતાં. કેટલાક સ્થળો પર તંત્રની કામગીરી અટકાવવા પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા પરંતુ સાથે રહેલ પોલીસ જવાનોએ વેપારીઓની કારી ફાવવા દિધી ન હતી. અને કડક ચેતવણી સાથે ફરજમાં રૂકાવટ અંગે ફરિયાદ દાખલ કરવાની ચિમકી આપતા વેપારીઓ દુર થઈ ગયા હતાં. તો બીજી તરફ આજે પણ અંદાજે ત્રણેક ટ્રક જેટલો સામાન કબ્જે કરવામાં આવ્યો હોવાનું અધિકારીઓ દ્વારા જાણવા મળ્યું છે. સવારે પ્રથમ ટ્રાફીક પોલીસે કામગીરી શરૂ કર્યા બાદ ગણતરીના કલાકોમાં બીએમસીની દબાણ હટાવ ટીમ પણ આવી પહોંચતા લોકો પોતાની દુકાનો તથા વ્યવસાયી એકમો બંધ કરી ઘરે જતા રહ્યા હતાં.

ગઢેચી વડલા તંત્રની ટીમને નડ્યા રેઢીયાર પશુ !

સવારે વિઠ્ઠલવાડીથી દબાણ હટાવ સેલ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ટીમ વિઠ્ઠલવાડીથી શાસ્ત્રીનગર થઈને બપોરના સમયે ગઢેચી વડલા સર્કલ સુધી પહોંચી હતી.

જયા રોડ પર ખડકાયેલ ફ્રુટની લારીઓ તથા અન્ય દબાણો તંત્ર દુર કરે એ પુર્વે રોડ પર અડીંગો જમાવીને બેઠેલ રેઢીયાર પશુઓએ ટીમનો કેડો આતર્યો હતો. જેને લઈને કામગીરીમાં થોડો સમય વિક્ષેપ સર્જાયો હતો. પરંતુ કર્મચારીઓએ પશુઓના ટોળા વિખેરી નાંખતા માર્ગ ખુલ્લો થયો હતો અને ટીમના વાહનો આગળ વધ્યા હતાં.

Previous articleઅલંગ પરપ્રાંતિય આધેડની હત્યા
Next articleકરઝાળા ગામે  દિપડાએ હુમલો કરતા બાળકનું મોત