શહેરનાં ગીતાચોક વિસ્તારમાં રહેતા ચાર્ટડ એકાઉન્ટન્ટનાં ઘરમાં સાંજના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને માત્ર દોઢ કલાકમાં લાખોની મત્તાની ચોરી કરી લઈ ગયાનું બનાવસ્થળેેથી જાણવા મળ્યુ હતું. બનાવ બનતા સ્થાનીક લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
બનાવની મળતી વિગત મુજબ શહેરના ગીતાચોક મહાવીર ટેર્નામેન્ટ પ્લોટ નં.૬૧૭ ડીમાં રહેતા પ્રમોદભાઈ શાહ જેઓ ચાર્ટડ એકાઉન્ટન્ટ છે. સાંજના ૭-૩૦ કલાકે ઘરમાં રહેલ મહિલાં ચાર્તુમાસ નીમીત્તે દેરાસરે ગયા હતા અને ૯ કલાકે પરત ફરતાં જોયુ તો મકાનનાં મુખ્ય દરવાજાનાં તાળા-નકુચા તુટેલા હતા અને અગાસી પરથી એક કાળાકલરનું ટી-શર્ટ પહેરેલો શખ્સ થેલો લઈ ભાગતો જોયો હતો બનાવની જાણ સ્થાનીક પોલીસને કરાતા પોલીસે બનાવ સ્થળે દોડી જઈ ગીતાચોકમાં લગાવેલ નેત્ર પ્રોજેકટનાં કેમેરા ચેક કર્યા હતા અને સ્થાનીક લોકોની પુછપરછ હાથ ધરી હતી બનાવમાં લાખો રૂપિયાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યુ હતું.