ગત થોડા દિવસો દરમ્યાન દેશના દક્ષિણ પ્રાંતના કેરલ રાજ્યમાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ છે અને જાન-માલનું બહુ મોટાપાયે નુકશાન થવા પામ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોના લોકોએ નજીકના કેટલાયે વર્ષોમાં ન અનુભવ્યો હોય તેવા વરસાદને કારણે અત્યાર સુધીમાં ર૬ લોકોના જાન ગયા છે. ચિત્રકુટ ધામ-તલગાજરડા દ્વારા મોરારીબાપુએ આ તમામ મૃતકોના પરિવારજનોને હનુમાનજીની પ્રસાદી રૂપે પ્રત્યેક મૃતકને પાંચ હજાર એમ કુલે ૧,૩૦,૦૦૦ એક લાખ ત્રીસ હજારની તત્કાલ સહાય મોકલાવી છે. જે તે જિલ્લાઓના સરકારી સુત્રો પાસેથી મૃતકોની વિગતો મેળવી જ્યાં પણ મૃત્યુ થયું હશે તેના પરિવારજનોને રામકથાના શ્રોતાઓની મદદ વડે આ રકમ પહોંચતી કરાશે. મોરારિબાપુએ મૃતકોના નિર્વાણને એમની શ્રધ્ધાંજલી પાઠવી છે.